નાગવીરી ગામે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ નૂતન મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નાનકડા નાગવીરી ગામે ચાલી રહેલા તા.૨૧ થી ૨૪ ઑગસ્ટ એમ ચાર દિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમિયા માતાજી, અંબા માતાજી તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.
નાનકડા નાગવીરી ગામે ચાલી રહેલા તા.૨૧ થી ૨૪ ઑગસ્ટ એમ ચાર દિવસીય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ઉમિયા માતાજી, અંબા માતાજી તેમજ અન્ય દેવ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.પ્રથમ દિવસે હનુમાનજી મહારાજની રૂદ્રી, વીર વાછરાદાદા મંદિરે આરતી પૂજા તેમજ રાત્રે સિત્તેર વયથી ઉપરના વડિલોની વંદના તેમજ સન્માન, સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન,સમાજના વિવિઘ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
દ્રિતીય દિવસે યજ્ઞ શાળામાં સ્થાપિત દેવ દેવીઓની પૂજા અર્ચના બાદ બપોરે વૃન્દાવન ધામ ખાતે મુખ્ય દાતા ડાહ્યાભાઈ લીંબાણી પરીવાર (સિંગોટા ), ગોવિંદભાઈ લીંબાણી પરીવાર (અમદાવાદ) તેમજ અન્ય ભેટ સોદાગોના દાતા દેવશી ભાઈ લીંબાણી, રતનશી ભાઈ લીંબાણી, ગંગદાસ ભાઈ લીંબાણી કરશનભાઈ લીંબાણી તરફથી ગામની ૯૦૦ દીકરીઓને વિવિધ ભેટ સોદગો આપી સન્માનિત કરવામાં આવી હતી. ૯૦૦ વૃક્ષો દિકરીઓના નામે વાવી પયૉવરણ બચાવવાની એક નવી પહેલ કરી અન્ય સમાજને નવો રાહ ચિંધ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત રાજકિય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તૃતીય દિવસે જલયાત્રા નગરયાત્રા, પધારેલ સંતો ના સામૈયા, સંતોના આર્શીવચન, અ.ભા.પાટીદાર સમાજનાં નવનિર્મિત પ્રમુખ શ્રી તેમજ સમાજનામહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા. પાટીદાર સમાજના ૨૪ ગામોના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રે જાણીતાં મોટીવેશન નેહલબેન ગઢવીનું પ્રેરક પ્રવચન યોજાયું. અંતિમ દિવસે રાજ રાજેશ્વર મહાદેવ પાટોત્સવ,ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, માં ઉમિયા, માં અંબાજી સહિત અન્ય દેવ દેવીઓની મૂર્તિ પ્રતિષ્ઠા, કળશ પ્રતિષ્ઠા,ધ્વજા રોહણ તેમજ બપોરે શ્રીફળ હોમવામાં આવ્યા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ . બપોરે સભા મંડપમાંદાતાઓ, કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે ધીરૂભાઈ પોકાર સાથી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી યોજાઈ હતી.અયોજન સમિતિના દેવશીભાઈ માવજી લીંબાણી, ગોવિંદભાઈ હિરજી લીંબાણી, સમાજ પ્રમુખ શિવજીભાઈ પોકાર,રતનશીભાઈ પોકાર, મહામંત્રી હિરાલાલભાઈ પોકાર , ગોવિંદભાઈ વાસાણી,તુલસીભાઈ વાસાણી, ચંદુલાલ લીંબાણી, ડૉ.દેવસી ભાઈ લીંબાણી, લખમશીભાઈ લીંબાણી, ગોવિંદભાઈ ભગત, મોહનભાઈ લીંબાણી , ભરતભાઈ પોકાર, નરેન્દ્ર ભાઈ રામાણી, ધીરજ ભાઈ ભાદાણી, રાજેશ ભાઈ પોકાર, જયેશ ભાઈ લીંબાણી,યુવક મંડળના પ્રમુખ ચેતનભાઈ વાસાણી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી કલાબેન ભાદાણી સહિત નાઓએ કાર્યક્ર્મ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.મહાયજ્ઞના આચાર્ય પદે રવાપરના શાસ્ત્રી ગિરીશભાઈ જોશી રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.