ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ
ગાંધીધામ સ્ટેશનથી 02 ઓગસ્ટ 2024ના રોજ ભુજ-દિલ્હી સરાય રોહિલા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરી હતી. આ ટ્રેનની વિગતો માટે વધુ વાંચો.
માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ શિવદાસ પટેલ ભુજ રેલ્વે સ્ટેશનથી અને માનનીયા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી દ્વારા ગાંધીધામ સ્ટેશન થી 02 ઓગસ્ટ 2024 ના રોજ ભુજ-દિલ્હી સરાય રોહિલા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરી હતી. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી દર મંગળવાર અને શુક્રવારે ભુજથી 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી 15:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:30 કલાકે ભુજ પહોંચશે.
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
અમદાવાદની જાણીતી હોસ્પિટલની આસપાસના બહાર આવેલા કૌભાંડમાં, ડો. પ્રશાંતને સેશન કોર્ટ દ્વારા 14 દિવસની પ્રારંભિક વિનંતી છતાં 7 દિવસના રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે.
સુરતમાં માનવભક્ષી દીપડાને ‘આજીવન કેદ’નું અનોખું સ્વરૂપ આપવામાં આવ્યું છે. માંડવી વિસ્તારમાં પકડાયેલો આ દીપડો હવે ઝંખવાવના નવા પુનર્વસન કેન્દ્રનો પ્રથમ નિવાસી છે,
પાટણનો એક યુવક તાજેતરમાં ઉજ્જૈનથી કન્યા લાવવા માટે 3.60 લાખ રૂપિયાનો નોંધપાત્ર ખર્ચ કરીને લગ્ન કૌભાંડમાં છેતરાયો હતો.