ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ
ડભોઈ અને કરજણ શહેરના નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતેથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે, કરજણ ખાતે ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને મળવા પાત્ર સેવાઓ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે રાજ્યની રર નગરપાલિકાઓમાં સુવિધાઓના વન સ્ટોપ સેન્ટર તરીકે સિટી સેવક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર) શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોળકા, બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ,વ્યારા, વેરાવળ તથા અમરેલી સહિત કુલ ૨૨ નગર પાલિકાઓમાં નાગરિક સુવિધા કેન્દ્રો શરૂ થનાર છે. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી રાજયના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરનું આવતીકાલ તા.૧૦.૦૬.૨૦૨૩ ના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે.
જેમાં વડોદરા જિલ્લાની કરજણ અને ડભોઈ નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્રનો સમાવેશ થાય છે. ડભોઈ અને કરજણ શહેરની મધ્યમાં તેમજ દરેક નાગરિકને સરળતાથી પહોંચી શકાય તેવી જગ્યાએ સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
ડભોઈ અને કરજણના સિટી સિવિક સેન્ટર ખાતે નાગરિકોને મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ-મરણ પ્રમાણપત્ર, પાણી-ગટર જોડાણની અરજીઓ, હોલ બુકીંગ, ફરીયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી તેમજ ફાયર એન.ઓ.સી. અરજી વિગેરે જેવી સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.
ડભોઈ અને કરજણ સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ આવતીકાલ તા.૧૦-૦૬-ર૦ર૩ ના રોજ સવારે ૧ર.૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપુર ખાતેથી કરવામાં આવશે.
કરજણ ખાતે ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા સહિત પદાધિકારીઓ,અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહેશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.