ઈલોન મસ્કને મોટો ફટકો, પાકિસ્તાને X પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
પાકિસ્તાને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાની યુઝર્સ છેલ્લા બે મહિનાથી X (Twitter) એક્સેસ કરી શક્યા નથી.
X (Twitter) Banned in Pakistan: એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ બાદથી વપરાશકર્તાઓ એક્સ એક્સેસ કરી શક્યા નથી. પાકિસ્તાન સરકારે હવે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને એક્સ પર આ પ્રતિબંધ લગાવ્યો છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્વિટર (X) ફેબ્રુઆરી 2024 થી પાકિસ્તાનમાં કામ કરી રહ્યું નથી. સરકાર દ્વારા લાદવામાં આવેલ આ પ્રતિબંધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લાંબા સમય સુધી સસ્પેન્શનની પુષ્ટિ કરે છે. ઘણા વપરાશકર્તાઓએ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા X પર પ્રતિબંધની પુષ્ટિ પણ કરી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણા પાકિસ્તાની યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર X નો ઉપયોગ ન કરી શકવાની સમસ્યા શેર કરી હતી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકારમાં આંતરિક બાબતોના મંત્રીએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને X પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે. જોકે, X પર પ્રતિબંધ મૂકવાની સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ફોસિસ પ્રાઈઝના વિજેતાઓની જાહેરાત પહેલા ઘણાં વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
Geyser Using Tips: શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે પણ ઈલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વીજળીનું બિલ ખૂબ જ વધી શકે છે.
રેડમીએ તેના બજેટ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. રેડમીનો આ સસ્તો ફોન અડધાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ગયા વર્ષે લૉન્ચ થયેલો આ Redmi ફોન તેની લૉન્ચ કિંમત કરતાં 8,000 રૂપિયા સસ્તો છે.