વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, દક્ષિણ આફ્રિકાની મેચ પહેલા મળ્યો નવો વાઇસ કેપ્ટન
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર ઘણી શાનદાર રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી 7 જીતીને ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
વર્લ્ડ કપ 2023: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર ઘણી શાનદાર રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી 7 જીતીને ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતે 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે. આ પહેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે એક ખેલાડીને ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાની ઈજાના સમાચારની સાથે જ તેના સ્થાનની જાહેરાત પણ કરવામાં આવી છે. તેના સ્થાને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પુણેમાં બાંગ્લાદેશ સામેની લીગ મેચમાં હાર્દિક પંડ્યાને ઈજા પહોચી હતી. પોતાના બોલને ફિલ્ડિંગ કરતી વખતે બોલ સીધો તેના પગની ઘૂંટીમાં વાગ્યો. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જો કે, એવી આશા હતી કે તે નોકઆઉટ મેચ પહેલા ટીમમાં પરત ફરશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ જ્યારથી તેની ઈજા થઈ છે ત્યારથી ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આ જવાબદારી નિભાવી રહ્યો છે. તેથી, હવે તેને ઉપ-કપ્તાની સોંપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ મેચ પહેલા બે લીગ મેચ પણ રમવાની છે. ટીમની 8મી લીગ મેચ સાઉથ આફ્રિકા સાથે 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાવાની છે, જ્યારે આગામી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!