આસામ સરકારનો મોટો નિર્ણય, મુસ્લિમ લગ્ન કાયદો રદ્દ, CM હિમંતા વિશ્વ શર્માએ 'X' પર આપી માહિતી
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી આપી હતી કે આસામ કેબિનેટે મુસ્લિમ લગ્ન કાયદાને રદ્દ કરી દીધો છે.
આસામ સરકારે આજે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ લોને રદ્દ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમને X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં દાખલ કરીને અમારી પુત્રીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે." આજે આસામ કેબિનેટની બેઠકમાં, અમે અસમ રિપીલિંગ બિલ 2024 દ્વારા આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
હવામાન વિભાગે 28 ફેબ્રુઆરીએ જ દહેરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનિતાલ, અલ્મોરા, ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અને આ માટે આ જિલ્લાઓમાં પીળો ચેતવણી જારી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે વર્ષ 2028 માં સિંહસ્થ કુંભ મેળા પહેલા, રાજ્ય સરકાર ધાર્મિક નગરી ઉજ્જૈનમાં એક આધ્યાત્મિક નગરી સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. બધા લોકો પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે.