મોહમ્મદ રિઝવાનને મોટો આંચકો, તૂટ્યો તેનો વર્લ્ડ રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને મારી બાજી
કેરેબિયન પ્રીમિયર લીગ 2024 દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને એક ખાસ યાદીમાં મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે. રિઝવાને આ રેકોર્ડ 3 વર્ષ પહેલા બનાવ્યો હતો.
કેરેબિયન પ્રીમિયર લીગ 2024 હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન આ લીગમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે આ સિઝનમાં ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે અને એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ અને બાર્બાડોસ રોયલ્સની ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં નિકોલસ પૂરને વધુ એક મોટું કારનામું કર્યું. આ વખતે તેણે પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ રેકોર્ડ મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં બનાવ્યો હતો.
પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે તે વર્ષે T20 ક્રિકેટમાં 2036 રન બનાવ્યા હતા, જે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. વર્તમાન વર્ષમાં નિકોલસ પૂરને આના કરતા પણ વધુ રન બનાવ્યા છે. નિકોલસ પૂરને હવે વર્ષ 2024માં 2059 રન બનાવ્યા છે અને તે હવે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા નિકોલસ પૂરને બાર્બાડોસ રોયલ્સ સામે 15 બોલમાં 27 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન પુરને 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન નિકોલસ પુરને માત્ર 5 રન બનાવીને મોહમ્મદ રિઝવાનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે, નિકોલસ પૂરન વિશ્વનો બીજો એવો બેટ્સમેન છે જેણે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં 2000 રનનો આંકડો પાર કર્યો છે. આ પહેલા માત્ર રિઝવાન જ આ આંકડા સુધી પહોંચી શક્યો હતો.
નિકોલસ પૂરને હાલમાં જ T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ વર્ષે 150 સિક્સરનો આંકડો પાર કર્યો છે. નિકોલસ પૂરન ટી20 ક્રિકેટના ઈતિહાસમાં એક વર્ષમાં 150 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન પણ છે. આ પહેલા ટી20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે વર્ષ 2015માં 135 T20 સિક્સર ફટકારી હતી.
India Beat Australia: 14 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ, ભારતીય ટીમે ICC ની મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2011ના વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
IND vs AUS Semifinal Live Score: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 264 રન બનાવ્યા.
રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. હવે તે ICC ODI ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.