બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
રાજપીપલા : નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ
ખાતે આવી પહોંચ્યા હતા. શ્રી ગેટસનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલકશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન શ્રી મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.