બ્લુ ડાર્ટે પ્રથમ ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી
દક્ષિણ એશિયાની ટોચની પ્રીમિયર એર, સંકલિત પરિવહન અને વિતરણ લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડએ મુંબઈમાં એનાં બોર્ડની બેઠકમાં 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
મુંબઈ : દક્ષિણ એશિયાની ટોચની પ્રીમિયર એર, સંકલિત પરિવહન અને વિતરણ લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડએ મુંબઈમાં એનાં બોર્ડની બેઠકમાં 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
કંપનીએ 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કરવેરાની ચુકવણી પછીનો નફો ₹ 51.53 કરોડ કર્યો હતો. કામગીરીમાંથી આવક ₹ 1,343 કરોડ થઈ હતી. પોતાના વિસ્તૃત નેટવર્ક અને અદ્યતન ટેકનોલોજી માટે પ્રસિદ્ધ બ્લુ ડાર્ટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પ્રદર્શિત કરી છે અને પોતાની વિસ્તરણ યોજનાઓ સાથે કામગીરીને આગળ વધારી છે.
બ્લુ ડાર્ટ એક્સપ્રેસનાં મેનેજિંગ ડાયરેક્ટર બેલફૉર મેન્યુઅલે કંપનીની કામગીરી પર કહ્યું હતું કે, "અગ્રણી લોજિસ્ટિક્સ પ્રદાતા તરીકે અમારી પોઝિશન અમારી કાર્યકારી કાર્યદક્ષતા અને ગ્રાહક-કેન્દ્રિત સમાધાનો પ્રત્યેની કટિબદ્ધતાનું પરિણામ છે. અમે વૃદ્ધિલક્ષી તકોને લઈને આશાવાદી છીએ, જે દેશનાં વિકાસ સાથે સુસંગત છે. અમારું નેટવર્ક વધારીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને સેવા ક્ષમતા વધારીને અમે વિકસતી તકો ઝડપવા સારી સ્થિતિમાં છીએ તથા અમારા ગ્રાહકો અને હિતધારકોને ઉત્કૃષ્ટ મૂલ્ય પ્રદાન કરવા સારી સ્થિતિમાં છીએ."
બ્લુ ડાર્ટની સકારાત્મક સંભાવના ભવિષ્યની સંભવિતતાઓ પર લાભ લેવાની એની સજ્જતા અને ઉત્કૃષ્ટ લોજિસ્ટિક્સ સમાધાનો પ્રદાતા તરીકે એની શાખ જાળવી રાખવાની વાતને પ્રતિબંબિત કરે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ એના ઇલેક્ટ્રિક વાહન (ઇવી)ના કાફલો વધાર્યો હતો, જે એની પર્યાવરણ પ્રત્યે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ઉપરાંત બ્લુ ડાર્ટે અગ્રણી ડ્રોન ટેકનોલોજી કંપની સાથે જોડાણમાં ડ્રોન ડિલિવરીઓ શરૂ કરી છે, જે ડિલિવરીના સ્વચ્છ અને વધારે કાર્યદક્ષ સમાધાનોમાં નોંધપાત્ર પ્રગતિ સૂચવે છે. બ્લુ ડાર્ટ લોજિસ્ટિક ક્ષેત્રમાં વાણિજ્યિક વપરાશ માટે ડ્રોન ટેકનોલોજીમાં મોખરે છે. કંપનીની ઉત્કૃષ્ટતા માટે કટિબદ્ધતાને 6ઠ્ઠી ઇન્ડિયન લોજિસ્ટિક્સ સ્ટ્રેટેજી સમિટ 2024માં બેસ્ટ એક્સપ્રેસ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર સાથે પણ સન્માનિત કરવામાં આવી હતી.
નિર્મલા સીતારમણ જેસલમેરમાં 55મી GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરે છે, જેમાં આરોગ્ય અને જીવન વીમા માટે GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અંદર કી અપડેટ્સ.
RBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને નાણાકીય સ્થિરતા પર તેની અસરને હાઈલાઈટ કરીને, અતિશય લોકશાહી ખર્ચ સામે ભારતીય રાજ્યોને ચેતવણી આપે છે. મુખ્ય આંતરદૃષ્ટિ અને ઉકેલો શોધો.
લખનૌ, શ્રાવસ્તી એરપોર્ટ, NH-27 અને ભારત-નેપાળ સરહદને જોડતો આ સુધારેલ હાઇવે મુસાફરીનો સમય ઘટાડવા અને સમગ્ર ઉત્તર ભારતમાં વેપારને વેગ આપવા માટે સુયોજિત છે. તે આર્થિક તકો પણ ખોલશે અને પ્રદેશમાં ઉદ્યોગો, પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપશે.