દેશભરમાં વિસ્તરણ સાથે બ્લૂ ડાર્ટ ઉજવે છે ઉત્કૃષ્ટતાનાં 40 વર્ષ
બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, જે દક્ષિણ એશિયાની અગ્રગણ્ય એક્સપ્રેસ એર, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે, એણે 19 નવેમ્બર 2023ના રોજ એની 40મી વર્ષગાંઠ ઉજવી હતી. આ મહત્ત્વપૂર્ણ અવસરે કંપનીના 40 નવા ફ્રેન્ચાઇઝીસ અને કંપનીની માલિકીના રિટેલ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુંબઈ : બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, જે દક્ષિણ એશિયાની અગ્રગણ્ય એક્સપ્રેસ એર, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે, એણે 19 નવેમ્બર 2023ના રોજ એની 40મી વર્ષગાંઠ ઉજવી હતી. આ મહત્ત્વપૂર્ણ અવસરે કંપનીના 40 નવા ફ્રેન્ચાઇઝીસ અને કંપનીની માલિકીના રિટેલ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, દેશભરમાં બેઉ ફોરમેટમાં 40 નવા એક્સપ્રેસ સેલ્સ એસોસિયેટ્સ અને પ્રાદેશક સેવા સહભાગીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જે સમગ્ર દેશને આવરી લે છે.
બ્લૂ ડાર્ટ વ્યુહરચનાની દ્રષ્ટિએ કોલકાતા, આસનસોલ, દિલ્હી, આગ્રા, ગુરુગ્રામ, હૈદરાબાદ, બેંગલોર, ગાંધીનગર, કટની, નૈનપુર, મુંબઈ, ઔરંગાબાદ, ભિવંડી અને ઇંદોર જેવાં મહત્ત્વપૂર્ણ શહેરોમાં છે, જે બ્લ્યુ ડાર્ટની આખા દેશમાં ઉપલબ્ધ કનેક્ટિવિટીને સુદ્રઢ કરવાના મામલે નોંધપાત્ર પગલું દર્શાવે છે.
આ વિસ્તરણ સાથે કંપનીએ આ વરસમાં 100+ નવા સોટોર્સ સાથે પોતાની ઉપસ્થિતિને ગતિશીલ રીતે વધારી છે, જેનાથી ગ્રાહકોને સમગ્ર દેશનાં 56,000થી વધુ સ્થળોએ ચીજવસ્તુ મોકલવાનું સામર્થ્ય મળે છે. ડીએચએલ સાથેની ભાગીદારી થકી બ્લ્યુ ડાર્ટનું નેટવર્ક આખા ભારતમાં 700+ સ્ટોર્સનું નેટવર્ક ધરાવે છે. જે વિશ્વસનીય, લવચીક અને ત્વરિત પ્રતિસાદ આપતાં ગ્રાહકોને એવી સેવાની ખાતરી આપે છે જે ઝડપી ડિલિવરી સહિત દેશ આખાના પિન કોડ સુધી સીધા તશુંક મોકલવું સુનિશ્ચિત કરે છે.
બ્લ્યુ ડાર્ટના મેનેજિંગ ડિરેક્ટલ, સ્ટેટ્સ, બેલફર મૈનુઅલ જણાવે છે, “નવા સ્ટોર્સ ઉમેરવાની સાથે બ્લૂ ડાર્ટ એની ઉપસ્થિતિનું સચોટ વિસ્તરણ કરી રહી છે. આ પગલું ગ્રાહકોની સુવિધા વધારવાની સાથે દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકવાની વ્યવસ્થાને મજબૂત બનાવે છે.”
બ્લૂ ડાર્ટ ઉત્કૃષ્ટતાનાં 40 વરસ ઉજવવા સાથે, એની ‘લોકોને જોડવા અને જીવન બહેતર’ કરવાની પરંપરાને આગળ ધપાવવા ઉત્સાહિત છે. દેશના વેપારના ભરોસેમંદ સાથી તરીકેની બ્લ્યુ ડાર્ટની પ્રતિબદ્ધતા એના આ સીમાચિહ્ન થકી સિદ્ધ થાય છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.
છેલ્લા 4 દિવસથી શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે રોકાણકારોની કમાણી વિશે વાત કરીએ, તો આ 4 કાર્યકારી દિવસોમાં 25 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.