આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેક અપનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થાપક આર.એસ. પટેલ સાહેબ, આશીર્વાદ મેડીકલ સેન્ટરના ડીરેક્ટર શ્રીમતી હીનાબેન જરીવાલા, શ્રીમતી પારુલ પ્રજાપતિ અને કોર્ડીનેટર શ્રીમતી દર્શના તેરૈયાના સહયોગથી લાભાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૮-જુલાઈ ૨૦૨૪ ના રોજ GHCL ફાઉન્ડેશન તથા આશીર્વાદ ફાઉન્ડેશન રાજુલા હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થાપક શ્રી આર.એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડીકલ સેન્ટરના ડીરેક્ટર શ્રીમતી હીનાબેન જરીવાલા, શ્રીમતી પારુલ પ્રજાપતિ અને કોર્ડીનેટર શ્રીમતી દર્શના તેરૈયાના સહયોગથી લાભાર્થીઓ માટે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.