આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ટ્રેન્ટ પ્રાથમિક શાળા, માંડલ, વિરમગામ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ટ્રેન્ટ પ્રાથમિક શાળા, માંડલ, વિરમગામ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા તથા શ્રી ગીરીશભાઈ પટેલ આશીર્વાદ કમિટી સભ્યશ્રીના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી પારૂલબેન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તન કેન્સર પીડા વગરનો રોગ હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે.
લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ ચેક-અપ કરવામાં આવ્યું. સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી હાજરી આપી હતી.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.