બ્રાઇટ આઉટડોર મીડિયાએ 3 નવા એલઇડી બિલબોર્ડ સાથે મુંબઈમાં તેના ડિજિટલ એલઇડી નેટવર્કનો વિસ્તાર કર્યો
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.
મુંબઈ : બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે. આ નવા ઇન્સ્ટોલેશન્સને વ્યૂહાત્મક રીતે દૃશ્યતા અને જોડાણને મહત્તમ બનાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે કલ્યાણ સ્ટેશન પશ્ચિમ: મુંબઈ ક્ષેત્રના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંના એક પર હવે 12ફૂટ x 8ફૂટની એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. હજારો દૈનિક મુસાફરોનું ધ્યાન ખેંચી શકે તે રીતે સ્થિત, આ સ્થાન બ્રાન્ડ્સને વિવિધ દર્શકો સુધી પહોંચવા માટે એક મુખ્ય સ્થળ પુરૂં પાડે છે.
બાંદ્રા સ્ટેશન પશ્ચિમ: બાંદ્રા સ્ટેશન પશ્ચિમ ખાતે અન્ય એક 16ફૂટ x 9ફૂટ સ્ક્રીન લગાવવામાં આવી છે. આ લોકેશન સ્થાનિક રહેવાસીઓ, વ્યવસાયિક પ્રવાસીઓ અને પર્યટકોને સમાન રૂપે આકર્ષવા માટે તૈયાર છે, જેનાથી એક મુખ્ય ઉપનગરીય કેન્દ્રમાં મહત્વપૂર્ણ દ્દશ્યતા પુરી પાડી શકાય છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે: એક સાહસિક પગલું ભરતા, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર 40ફૂટ x 40ફૂટની વિશાળ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. ફોર્ટ, દાદર અને મુલુંડથી થાણે તરફ સાંજના સમયે જઇ રહેલા મુસાફરોને આકર્ષિત કરવા માટે લગાવવામાં આવેલ આ એલઇડી વ્યાપક અને વૈવિધ્યસભર દર્શકોને આકર્ષિત કરવાનું વચન આપે છે.
આ વિસ્તરણ ડિજિટલ આઉટ-ઓફ-હોમ એડવર્ટાઇઝિંગમાં બ્રાઇટ આઉટડોર્સના નેતૃત્વને મજબૂત બનાવે છે. મુંબઈમાં આ ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડના લોન્ચ સાથે, કંપની હવે શહેરમાં 35 હાઇ-ઇમ્પેક્ટ એલઇડી સ્ક્રીન ધરાવે છે. આ મહત્વપૂર્ણ ઉમેરો ન માત્ર તેના એડવર્ટાઇઝિંગ પોર્ટફોલિયોને વિસ્તૃત કરે છે, પરંતુ ગતિશીલ અને પર્યાવરણને અનુકૂળ જાહેરાતોમાં નવા માપદંડો પણ સુયોજિત કરે છે.
એલઇડી સ્ક્રીન્સ વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે અને ફ્લેક્ષીબલ, રીઅલ-ટાઇમ કોન્ટેન્ટ અપડેટ્સ પુરી પાડે છે, જેનાથી બ્રાન્ડ્સને ટકાઉ પ્રથાઓ જાળવી રાખીને સંલગ્ન સંદેશાઓનો સંચારિત કરવામાં મદદ મળે છે. ઉચ્ચ ટ્રાફિક ધરાવતા સ્થળોની કાળજીપૂર્વક પસંદગી કરીને અને અત્યાધુનિક ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બ્રાઇટ આઉટડોર એડવર્ટાઇઝર્સને ભારતના સૌથી વ્યસ્ત શહેરોમાંના એકમાં ગ્રાહકો સાથે જોડાવા માટે બેજોડ તકો પૂરી પાડી રહ્યું છે.
મુંબઈ વ્યવસાય અને સંસ્કૃતિ માટે એક ગતિશીલ કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે, ત્યારે બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ નવીન અને અસરકારક એડવર્ટાઇઝિંગ સૉલ્યુશન્સ સાથે શહેરના પરિદૃશ્યને પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.
છેલ્લા 4 દિવસથી શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે રોકાણકારોની કમાણી વિશે વાત કરીએ, તો આ 4 કાર્યકારી દિવસોમાં 25 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.