જીટીયુ આંતર ઝોનલ બેડમિન્ટન સ્પર્ધામાં એસવીઆઇટીના ખેલાડીઓનુ ઝળહળતું પ્રદર્શન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, આંતર ઝોનલ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન તાજેતરમાં એસવીઆઇટી દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે જી.ટી.યુ. ના સ્પોર્ટસ ઓફિસર ડૉ.આકાશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એ ખેલાડીઓ ને જણાવ્યું હતું કે ઝોનલ લેવલે ખુબ સુંદર પ્રદર્શન કરી આંતર ઝોનલ લેવલે ભાગ લેતા, પહેલા કરતાં વધુ સારું અને સુંદર પ્રદર્શન કરી જી.ટી.યુ.માં વિજેતા થાવ એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ટેકનિકલ અભ્યાસની સાથે સાથે ફિટનેસ અને સ્વાસ્થ્ય સારું રહેતે માટે પણ રમત-ગમત માં ભાગ લેતા રહેવું. ખેલદિલી પૂર્વક રમી સ્પર્ધા માં જે પરિણામ આવે તેની ચિંતા કર્યા વગર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જણાવ્યું હતું.
સ્પર્ધામાં મુખ્ય પંચ તરીકે ડૉ.જગજીતસિંહ ચૌહાણ (ડીપીઈ કપડવંજ કોલેજ) અને તેમની ટીમે ખૂબ સુંદર સેવાઓ આપી હતી અને સ્પર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. ભાઈઓની સ્પર્ધામાં સેમિફાઇનલમાં VGEC ગાંધીનગર ની ટીમે, LDCE અમદાવાદ એ હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે બીજી સેમિફાઇનલમાં SVIT ની ટીમે GEC મોડાસાને ૩-૦ થી હરાવી ફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.
પ્રિન્સ દિવેદી ની કેપ્ટનશીપ માં SVIT ની ટીમે સમગ્ર સ્પર્ધા માં ૩-૦ થી પોતા ની બધી સ્પર્ધા માં જીત નોંધાવતી હતી અને ફાઇનલ માં LDCE, અમદાવાદ ની કોલેજ ને ૩-૧ થી હરાવી સતત છઠ્ઠા વર્ષે જી ટી યુ બેડમિન્ટન સ્પર્ધામાં ચેમ્પિયનશિપ મેળવી હતી.
બહેનો ની સ્પર્ધામાં CKPCET, સુરત ની ટીમે , BVM, વલ્લભ વિદ્યાનગરની ટીમ ને ફાઇનલ માં હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી.સમગ્ર સ્પર્ધા નું સફળ સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ( ડીપીઈ,એસવીઆઈટી-વાસદ) દ્વારા કરવા માં આવ્યું હતું.
સ્પર્ધા ની અંતે વિજેતા ખેલાડી ઓ ને મુખ્ય અતિથિ ડૉ.આકાશ ગોહિલ (સ્પોર્ટસ ઓફિસર,જી.ટી.યુ ) અને ડૉ.જગજીતસિંહ ચૌહાણ (ડીપીઈ કપડવંજ કોલેજ) દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવા માં આવી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકકુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહમંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી.પી. સોની, ડૉ. વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી., પરીવાર તરફ થી ખૂબ સુંદર પ્રદર્શન કરી વિજેતા થયેલ સર્વે ખેલાડી ઓ ને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને બીજી વનડેમાં 113 રને હરાવ્યું છે. આ સાથે તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ICC Rankings: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી રિષભ પંત ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માં પાછો ફર્યો છે. જો રૂટ હજુ પણ નંબર વન પર છે, તો ટેમ્બા બાવુમાએ અજાયબીઓ કરી છે.
Rashid Khan: રાશિદ ખાનની શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. રાશિદે આજે ટેસ્ટમાં અફઘાનિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.