કલ્યાણ જ્વેલર્સની રોમાંચક ઑફરનો લાભ લઈ આ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે ઘરે સમૃદ્ધિ લાવો
જ્વેલરી બ્રાન્ડ દ્વારા તમામ આઇટમના મેકિંગ ચાર્જ ઉપર 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેકિંગ ચાર્જની શરૂઆત 5% થી થશે.
ભારતની અગ્રણી અને સૌથી પહેલી પસંદગીની જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સે અક્ષય તૃતિયાના પવિત્ર દિવસની ઉજવણી માટે આજે અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જ્વેલરી બ્રાન્ડ દ્વારા તમામ આઇટમના મેકિંગ ચાર્જ ઉપર 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેકિંગ ચાર્જની શરૂઆત 5% થી થશે. આગામી અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે બ્રાન્ડના માનવંતા ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સના ‘સમૃદ્ધિના ઉત્સવ’નો લાભ લઇને મૂહુર્ત કલેક્શનમાંથી નવી વિશાળ જ્વેલરી ડિઝાઇનનો લાભ લઈ શકે છે અને સાથે જ જ્વેલરીની ખરીદી ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
તે ઉપરાંત કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ જે બજારમાં સૌથી નીચા દરે છે તથા કંપનીના તમામ શોરૂમમાં સમાનરૂપે લાગુ પડશે, પરિણામે તદ્દન સરળ અને સર્વિસ આધારિત ખરીદીનો અનુભવ કરી શકાશે. આ અક્ષય તૃતિયા ઑફરનો લાભ 31 મે, 2023 સુધી કલ્યાણ જ્વેલર્સના કોઇપણ શોરૂમ પરથી લઈ શકાશે. ગ્રાહકો તેમના સગા-વહાલા અને મિત્રો પ્રત્યે લાગણીનું બંધન વ્યક્ત કરવા માટે કલ્યાણ જ્વેલર્સમાંથી સારા નસીબ અને સમૃદ્ધિના પ્રતીક સમાન સોનાના સિક્કા ખરીદીને ભેટ રૂપે પણ આપી શકે છે. આ પ્રસંગે પ્રતિભાવ આપતા કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરમને કહ્યું કે, “અક્ષય તૃતિયાએ હંમેશાં સુવર્ણની ખરીદી કરવામાં આવે છે.
કલ્યાણ જ્વેલર્સ જ્વેલરીની ખરીદી સાથે જોડાયેલી ગ્રાહકોની લાગણીઓને સમજે છે. અમે ખરીદીને વધુ સરળ અને રોચક બનાવવા માટે સતત કાર્યરત છીએ, જેમાં વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરવાથી લઇને એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ ઊભી કરવાના પ્રયાસનો સમાવેશ થાય છે. આ ઑફરો દ્વારા ગ્રાહકોને ખરીદીનો સંતોષ વધે તે અમારો હેતુ છે અને સાથે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અક્ષય તૃતિયાના દિવસે ખરીદી કરનાર ગ્રાહકોને મહત્તમ લાભ મળે.”
કલ્યાણ જ્વેલર્સ ખાતે વેચાતી તમામ જ્વેલરી BIS હૉલમાર્ક ધરાવે છે અને તે શુદ્ધતાના અનેક ટેસ્ટમાંથી પસાર થાય છે. ગ્રાહકોને ખરીદી સાથે કલ્યાણ જ્વેલર્સનું 4-સ્તરનું એસ્યોરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે જેમાં શુદ્ધતાની ગેરન્ટી, ઘરેણાંનું આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિગતવાર માહિતી તથા પારદર્શી એક્સચેન્જ તથા બાય-બૅક નીતિનો સમાવેશ થાય છે. આ પ્રમાણપત્ર ગ્રાહકોને વિશ્વસનીય રીતે શ્રેષ્ઠ ઑફર કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો ભાગ છે.
બ્રાન્ડ દ્વારા ગ્રાહકોને મૂહુર્ત, જે દેશભરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલી બ્રાઇડલ જ્વેલરી લાઇન છે તે ઑફર કરવામાં આવશે. તે ઉપરાંત કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રન્ડ્સ જેવી કે, તેજસ્વી (પોલ્કી જ્વેલરી), મુદ્રા (હસ્તકળાથી તૈયાર થયેલી એન્ટિક જ્વેલરી), નિમાહ (મંદિર જ્વેલરી) તથા જીએલઓ (ડાન્સિંગ ડાયમન્ડ) પણ ઉપલબ્ધ થશે. શોરૂમના અન્ય વિભાગોમાં ઝિઆહ (સોલિટેર-જેવી ડાયમન્ડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમન્ડ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ), અંતરા (વેડિંગ ડાયમન્ડ), હેરા (રોજિંદા પહેરી શકાય તેવા ડાયમન્ડ) તથા રંગ (કીમતી સ્ટોન જ્વેલરી)નો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સ પાસે એક લાખ કરતાં વધુ સમકાલીન અને પરંપરાગત ડિઝાઇનના પોર્ટફોલિયો ઉપલબ્ધ છે અને તે રોજિંદા વપરાશના તેમજ બ્રાઇડલ અને તહેવારો માટે પસંદગીની વિશાળ શ્રેણી ઑફર કરે છે.
બ્રાન્ડ, તેનું કલેક્શન તથા ઑફરો અંગે વધુ જાણવા મુલાકાત લો - https://www.kalyanjewellers.net/
શરતો લાગુ*
રાજસ્થાન હાઈકોર્ટે સંસ્કાર રિસોર્ટના નકલી બુકિંગ દ્વારા કથિત રીતે આવક વધારવાના કેસમાં OYO સામે દંડાત્મક કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. આ ઘટનાને કારણે, રિસોર્ટ સંચાલકને 2.7 કરોડ રૂપિયાની GST નોટિસ આપવામાં આવી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવની સીધી અસર પાકિસ્તાનના શેરબજારના રોકાણકારો ભોગવી રહ્યા છે.
એન્કર (મોટા) રોકાણકારો માટે બિડિંગ 25 એપ્રિલના રોજ એક જ દિવસ માટે ખુલશે. ચાલુ નાણાકીય વર્ષ (2025-26) માં BSE અને NSE પર લિસ્ટેડ થનારો આ પહેલો પબ્લિક ઇશ્યૂ હશે.