કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુથી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું પરિભ્રમણ થઈ રહ્યું છે.
વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુથી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું પરિભ્રમણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો હતો.
જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ જોડાઈ હતી. રથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ આ સંદેશો રસપૂર્વક નિહાળ્યો હતો.
રથના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ અને આઇ. સી. ડી.એસ. વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરીને લોકોને જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે..’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા પોતાનો સુખદ અનુભવ વર્ણવીને તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન કાર્ડ, રાષ્ટ્રીય ખાધાન્ન સુરક્ષા એક્ટ, ઉજ્જવલા યોજના, નલ સે જલ જેવી સરકારી યોજનાઓમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરીને નવી જીથરડી ગામ સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચ્યું છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને પાત્રતા ધરાવતા વંચિતો-લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સરપંચ, પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.