બજેટ એક્સપ્લેનર 2024: આ બજેટમાં સામાન્ય માણસને કઈ મોટી ભેટ મળી? આ 10 મુદ્દાઓ પરથી સમજો
Budget Explainer 2024: 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને કૌશલ્યની તાલીમ એટલે કે દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ મળશે. 5 હજારના માસિક માનદ વેતન સાથે 12 મહિનાની પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.
Budget Explainer 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ સાતમું બજેટ હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાઓને મોટી ભેટ આપી છે. આ બજેટમાં સામાન્ય માણસને શું મળ્યું છે તે અમુક મુદ્દાઓ પરથી સમજીએ.
1. પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. નવી ટેક્સ વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી કરદાતાઓને 17,500 રૂપિયા સુધીની બચત થશે.
2. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે.
3. એનપીએસમાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાનને કર્મચારીના પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
4. સોનું અને ચાંદી સસ્તું થશે, આના પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા કરવાની દરખાસ્ત છે.
5. કેન્સરના દર્દીઓને રાહત આપતા વધુ ત્રણ દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે.
6. મોબાઈલ ફોન, મોબાઈલ PCBA અને મોબાઈલ ચાર્જર સસ્તા થશે, બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
7. પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ, 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે.
8. 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમ એટલે કે દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ મળશે. 5 હજારના માસિક માનદ વેતન સાથે 12 મહિનાની પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.
9. પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી 63 હજાર ગામોના 5 કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે.
10. સરકાર યુવાનોને તેમની પ્રથમ નોકરી માટે પ્રથમ પગાર આપશે.
લાખો વપરાશકર્તાઓ એલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X છોડીને જેક ડોર્સીના Bluesky પર ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી લાખો વપરાશકર્તાઓ Bluesky તરફ વળ્યા છે. જો કે તેનું બીજું કારણ પણ સામે આવ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.