બજેટ સ્માર્ટફોન્સ: TECNO SPARK GO 2024 એ INR 6699 માં પ્રથમવાર 90Hz DOT ડિસ્પ્લે રજૂ કર્યું
ટેક્નોએ રૂ. 6699માં સ્પાર્ક ગો 2024 સાથે નવા માપદંડો નિર્ધારિત કર્યા જે સેગમેન્ટ પ્રથમ 90hz DOT અને ડાયનેમિક પોર્ટ સાથે ડિસ્પ્લે ધરાવે છે.
નવી દિલ્હી : ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ રૂ. 6,699થી શરૂ થતા સ્પાર્ક ગો 2024 - ‘ભારત કા અપના સ્પાર્ક’ લોન્ચ કરીને 7000થી નીચેની કેટેગરીના સ્માર્ટફોન સેગમેન્ટમાં ક્રાંતિ લાવી છે.
2020માં સ્પાર્ક ગો સિરીઝ આવી ત્યારથી, તે સંપૂર્ણ ગેમ-ચેન્જર રહી છે, ટ્રેન્ડ્સ સેટ કર્યા છે અને તેની નવીન વિશેષતાઓ સાથે ટેક ક્ષેત્રને હચમચાવી દીધું છે અને તે પણ મોટા ભાગના ભારતીયોને પોસાય તેવી કિંમત રાખીને. અને હવે શું? સ્પાર્ક ગો 2024 આ માપદંડોને વધુ ઊંચા સ્તરે લઈ જવા માટે હાજર છે!
મહત્વાકાંક્ષી ભારતના અભિગમ સાથે મેળ ખાતા સ્પાર્ક ગો 2024 માત્ર સામાન્ય કરતાં કંઈક સવિશેષ છે. તે એક ઉત્કૃષ્ટ અનુભવ માટે સેગમેન્ટ-પ્રથમ અનેક સુવિધાઓ લાવે છે જે કામથી લઈને મનોરંજન સુધી બધું આવરી લે છે. ઉપરાંત, 3GB RAM + 64GB ROM વેરિઅન્ટ માત્ર રૂ. 6699માં આવે છે!
સ્પાર્ક સિરીઝના નવા વેરિઅન્ટ વિશે ટિપ્પણી કરતાં, ટેક્નો મોબાઇલ ઈન્ડિયાના સીઇઓ અરિજીત તલપાત્રાએ જણાવ્યું હતું કે, “ક્રાંતિકારી સ્પાર્ક ગો 2024નું પદાર્પણ સમગ્ર દેશમાં ટેક્નોલોજીને અપનાવવા માટે પ્રોત્સાહન આપવાના અમારા સર્વોચ્ચ મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નવીન સ્માર્ટફોન એક્સેસિબિલિટીને નવેસરથી વ્યાખ્યા કરે છે, સાથે સાથે વધુ વ્યાપક અભૂતપૂર્વ સુવિધાઓનો પરિચય કરાવે છે. ડિજિટલ વિભાજનને દૂર કરવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા અદ્યતન તકનીક દરેકની પહોંચમાં છે તેની ખાતરી કરવા માટેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે. સ્પાર્ક ગો 2024 દરેક ભારતીયને સશક્ત બનાવવાના અમારા અવિરત પ્રયાસનું પ્રમાણપત્ર છે, તેમને એક એવી ડિવાઇસ પ્રદાન કરે છે જે તેમના રોજિંદા જીવનમાં પ્રીમિયમ સુવિધાઓને એકીકૃત કરે છે.”
સ્પાર્ક ગો 2024 સાતમી ડિસેમ્બર 2023થી નજીકના રિટેલ આઉટલેટ્સ અને એમેઝોન પર લાઇવ થવા માટે તૈયાર છે. ટેક્નો સ્પાર્ક ગો 2024ની મુખ્ય વિશેષતાઓ:
90Hz DOT-IN ડિસ્પ્લે અને ડાયનેમિક પોર્ટ સાથે સ્મૂથ મૂવ્સ યુઝર્સને જોઈએ છે તેવા ટકાઉ અને ઇમર્સિવ પાંડા સ્ક્રીન પ્રોટેક્શન સાથે 6.56” ડોટ-ઇન ડિસ્પ્લે પર વિઝ્યુઅલ ફિસ્ટ માટે તૈયાર થઈ જાઓ. સેગમેન્ટ-પ્રથમ 90Hz ડિસ્પ્લે સ્ક્રોલિંગ અનુભવને આગલા સ્તર પર લઈ જાય છે અને ફોનના વપરાશને સરળ બનાવે છે. અને ડાયનેમિક પોર્ટ ફીચર? તે નોટિફિકેશનમાં એક મનોરંજક ટ્વિસ્ટ ઉમેરે છે અને ફોનને એવો અહેસાસ કરાવે છે કે તે એક્શનમાં છે.
સાઇડ પર ફિંગરપ્રિન્ટ મેજિક જ્યારે તમે વધુ પ્રીમિયમ અનુભવ માટે તેને સાઇડ પર રાખી શકો ત્યારે પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની શું જરૂર છે? સ્પાર્ક ગો 2024 એન્ટી-ઓઇલ સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે જે ઝડપી, વિશ્વસનીય અને સુરક્ષિત છે. અણઘડ અનલોકિંગ પળોને અલવિદા કહો અને સરળ, પ્રીમિયમ ઇન્ટરફેસને આવકારો.
ડીટીએસ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે પાર્ટી કરો સ્પાર્ક ગો 2024 વડે વોલ્યુમ વધારો! સેગમેન્ટ ફર્સ્ટ ડીટીએસ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ કોઈ મજાક નથી – 400% વધુ લાઉડ સાઉન્ડ* એટલે કે વીડિયો, કોલ્સ અને તમામ એન્ટરટેઇનમેન્ટ સેશન્સને હવે એક શ્રેષ્ઠ અપગ્રેડ મળ્યું છે. યુઝર્સ સ્પષ્ટ અને મોટેથી ઓડિયોમાં પોતાને લીન કરી શકે છે, પછી ભલે તે કન્ટેન્ટ પર બિન્ગિંગ કરતા હોય,
વીડિઓ કોલ્સ પર હોપિંગ કરતા હોય અથવા ફક્ત તેમની મનપસંદ ધૂન પર વાઇબ કરતા હોય.
અલ્ટીમેટ મોબાઈલ અનુભવ માટે વધુ સ્ટોરેજ જ્યારે તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ ફોન ધરાવી શકો ત્યારે શા માટે સામાન્ય ફોન
લેવો? સ્પાર્ક ગો 2024 સુપર-સ્મૂથ એપ સ્વિચિંગ અને લાઈટનિંગ-ફાસ્ટ રિસ્પોન્સ સુનિશ્ચિત કરે છે. યુઝર્સ પાસે 3 મેમરી વેરિઅન્ટ્સ- 3GB+64GB, 8GB+64GB અને 8GB+128GB સાથે તેમના તમામ અદ્ભુત કન્ટેન્ટ માટે પુષ્કળ સ્પેસ છે તેની ખાતરી કરે છે. યુઝજર્સ મોબાઇલ અનુભવમાં પોતાને લીન કરી શકે છે - વધુ સ્ટોરેજનો અર્થ છે કેપ્ચર કરવા, સ્ટોર કરવા અને શેર કરવા માટે વધુ યાદો! 3GB+64GB વેરિઅન્ટની પ્રારંભિક કિંમત રૂ. 6699 નક્કી કરવામાં આવી છે, જ્યારે 8GB+64GB અને 8GB+128GB કન્ફિગરેશનની કિંમતો પછીથી જાહેર કરવામાં આવશે.
જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એક નવો ફોન આવ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોનની કિંમત 7 હજાર રૂપિયાથી ઘણી ઓછી છે.
અહીં જાણો સૌથી નાની ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનની યાદીમાં કયા ફોન સામેલ છે અને તેની કિંમત શું છે. આંગળીના કદમાં આવતા આ ફોનમાં શું ખાસ છે?
સેમસંગ ટૂંક સમયમાં ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોન એટલે કે એક એવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે જે માર્કેટમાં ત્રણ ગણો ફોલ્ડ થાય છે. કંપની છેલ્લા ત્રણ વર્ષથી તેના ટ્રિપલ ફોલ્ડેબલ ફોનની પેટન્ટની મંજૂરીની રાહ જોઈ રહી હતી.