બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
વર્ષોથી કોરોના પુર જેવી ગમે એ મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે, હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા બર્ક ફાઉન્ડેશનની ટીમ તુરતજ જરૂરિયાતમંદોની મદદે દોડી.
ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં જ નર્મદા ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા અને અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ બર્ક ફાઉન્ડેશનને થતા તેમની ટીમ તુરત કામે લાગી અને જિલ્લના અનેક જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી તેમને ફૂડ પેકેટ આપી માનવતા નું કામ કર્યું હતું.
બર્ક ફાઉન્ડેશન તરફથી જ્યોર્જભાઈ માયાબેન મારીયા બેન મધુબાલાબેન,જયેશભાઇ,સાર ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાના અકતેશ્વર અને સાંજરોલી ગામમાં 280 ફૂડ પેકેટ, ઇન્દ્રવર્ણા અને વાસલા ગામમાં 56 પેકેટ અને ગરડેશ્વર ચોકડી પર 50 ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા સાથે રાજપીપળા બસ સ્ટેન્ડ, કાલાઘોડા, જકાતનાકા પાસે અટવાયેલા મુસાફરોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આમ ગમે તે સંકટ સમયમાં બર્ક ફાઉન્ડેશનનાં સભ્યો હંમેશા લોકસેવા કાર્યમાં આગળ આવતા હોય છે માટે તંત્ર એ પણ તેમની વર્ષોની કામગીરીથી પ્રભાવિત થઈ આવા કટોકટીનાં સમયે બર્ક ફાઉન્ડેશનને સેવાકીય કામગીરી સોંપે છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.