ખાનગી શાળાને બાય બાય કરી ૪૬૬ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં લીધો પ્રવેશ
નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓનો વિશ્વાસ વધ્યો છે, આ વાતની સાબિતી આપતા ૪૬૬ બાળકોએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે કરાયેલા પ્રયત્નોનો આ પડઘો છે. સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી નર્મદા જિલ્લાના ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સકારાત્મક અસરો નર્મદા જિલ્લામાં જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લાની ૬૮૦ સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ૧૮૭ પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવવામાં આવી છે. જેનો લાભ હાલમાં ૨૮,૪૬૧ બાળકો લઈ રહ્યા છે. આવી શાળાઓમાં તબક્કાવાર બિલ્ડીંગ અને વર્ગખંડોનું અપગ્રેડેશન, તમામ ગ્રેડ માટે સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટીમ લેબ, કમ્પ્યુટર લેબ, ભાષા લેબ, રમત ગમતના સાધનો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ અને પર્યાવરણ લેબ વિકસાવવામાં આવે છે. આ સ્માર્ટ ક્લાસ થકી અસરકારક અધ્યાપન અને અધ્યયન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
અહીં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોની તાલુકા વાર વાત કરવામાં આવે તો, દેડિયાપાડામાં ૩૧૪, ગરૂડેશ્વરમાં ૫૮, નાંદોદમાં ૫૪, સાગબારામાં ૧૪ અને તિલકવાડામાં ૨૬ બાળકોનો સમાવેશ થાય છે. જેઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં વધતી જતી સુવિધાઓ અને શિક્ષકોના જ્ઞાન કર્મ પ્રત્યેની સંનિષ્ઠતા જોઈને વાલીઓનો વિશ્વાસ પ્રબળ બનતો જાય છે. તેના કારણે ખાનગી શાળાઓનો મોહ અને દેખાદેખી છોડી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. આથી વિશેષ રૂડું શું હોઈ શકે...!
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.