કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે સેબી સમક્ષ ડીઆચએચપી ફાઈલ કર્યું
દેશની કોસ્ટ ઓફ ફંડ્સ, રિટેલ ડિપોઝીટ અને નાણાકીય વર્ષ 2023 CASA ડિપોઝીટ (સ્રોત: CRISIL MI&A રિપોર્ટ)ની દ્રષ્ટીએ અગ્રણી SFB કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કે આઈપીઓ માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ((“SEBI”) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
દેશની કોસ્ટ ઓફ ફંડ્સ, રિટેલ ડિપોઝીટ અને નાણાકીય વર્ષ 2023 CASA ડિપોઝીટ (સ્રોત: CRISIL MI&A રિપોર્ટ)ની દ્રષ્ટીએ અગ્રણી SFB કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કે આઈપીઓ માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ((“SEBI”) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.
બેન્કે 2016માં ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી શરૂ કરી હતી. મલ્ટીપલ એસેટ ક્લાસમાં નોંધનીય ઓર્ડર બુક સાથે અન્ય SFBsની તુલનાએ નાણાકીય વર્ષ 2023 સુધીમાં 99.82%ના સુરક્ષિત ધિરાણ સાથે ડાયવર્સિફાઈ્ડ પોર્ટફોલિયો ધરાવતી સ્મોલ ફાઈનાન્સ બેન્ક છે. (સ્રોત: ક્રિસિલ MI&A રિપોર્ટ).
બેન્ક રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ (“The Fresh Issue”) યોજી રૂ. 450 કરોડ અને ઓફર ફોર સેલ (“The Offer for Sale”) હેઠળ 2,412,685 ઈક્વિટી શેર વેચી ફંડ એકત્ર કરવા માગે છે.
2,412,685 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલમાં ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ II દ્વારા 836,728 ઇક્વિટી શેર્સનો સમાવિષ્ટ છે; PI વેન્ચર્સ LLP દ્વારા 337,396 ઇક્વિટી શેર્સ, એમિકસ કેપિટલ પ્રાઇવેટ ઇક્વિટી I LLP દ્વારા 604,614 ઇક્વિટી શેર્સ; એમિકસ કેપિટલ પાર્ટનર્સ ઇન્ડિયા ફંડ I ("ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર") દ્વારા 70,178 ઇક્વિટી શેર્સ અને ડીઆરએચપીમાં સામેલ અન્ય લોકો દ્વારા 563,769 ઇક્વિટી શેર્સ સમાવિષ્ટ છે.
કંપની પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ રાઉન્ડમાં રૂ. 90 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો આવી પ્લેસમેન્ટ સંપૂર્ણપણે સફળ થશે, તો ફ્રેશ ઈશ્યુની સાઈઝમાં ઘટાડો થશે.
બેન્કના પ્રસ્તાવ અનુસાર, ફ્રેશ ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બેન્કની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા બેન્કના ટીઅર- I કેપિટલ બેઝમાં વધારો કરવા માટે ઉપયોગ કરશે. વધુમાં, ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ ઓફર સંબંધિત ખર્ચ પહોંચી વળવા માટે કરવામાં આવશે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતું), ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ અને ઈક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફત ઓફર કરવામાં આવેલા ઈક્વિટી શેર્સનું મેઈન બોર્ડ સ્ટોક એક્સચેન્જ બીએસઈ લિ. અને એનએસઈ ખાતે લિસ્ટિંગ કરવામાં આવશે.
ભારતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹87,210 પર પહોંચી ગયો, જ્યારે 1 ગ્રામ ₹8,721 હતો. સોનાના ભાવમાં સતત વધારો વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.