સીડીએસએલે કર બાદના નફામાં 28 ટકાની ત્રિમાસિક વૃદ્ધિ નોંધાવી
એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને છ મહિના માટે તેના ઓડિટેડ અને કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 9.62 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ્સ નોંધાયા છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં અંદાજે 80 લાખ ડીમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો છે.
તેની તુલનામાં નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં 52 લાખ ડીમેટ એકાઉન્ટ્સ તથા નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં 48 લાખ ડીમેટ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં.
સીડીએસએલે ઓક્ટોબર, 2023માં ડિજિટલ અમલીકરણમાં ઉત્કૃષ્ટતા બદલ ટેક સર્કલ ‘બિઝનેસ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ’ જીત્યો છે
સીડીએસએલે મે 2023માં ગ્લોબલ કસ્ટોડિયન દ્વારા આયોજિત કસ્ટોડિયન ઇનોગ્રલ લીડર્સ ઇન કસ્ટડી એશિયો એવોર્ડ્સ દરમિયાન ‘ડિજિટલ એન્ડ માર્કેટ લીડરશીપ’ એવોર્ડમાં ઇનોવેશન એવોર્ડ જીત્યો છે
એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, “અમે અમારા 25માં વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વિશ્વાસને સ્થાપિત કરવાના અમારા નિરંતર પ્રયાસોના પરિણામ સ્વરૂપે સારા નાણાકીય પરિણામો જોવા મળી રહ્યાં છે તથા આ ક્વાર્ટરમાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ડિજિટલ યુગમાં કે જ્યાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે ત્યારે અમે અમારા હીતધારકો માટે વિશ્વસનીયતા અને કટીબદ્ધતા સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છીએ. અમે આ સફરને આગળ ધપાવવા તથા ભારતમાં ફાઇનાન્સિયલ લેન્ડસ્કેપના ભાવિને આકાર આપવાની દિશામાં યોગદાન આપવા સજ્જ છીએ.”
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.