સીએટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મેથ્યુ હેડન સાથે ભાગીદારીની જાહેરાત કરી અને એક રસપ્રદ ટોક શો સીરિઝ રજૂ કરી
અગ્રણી ટાયર નિર્માતા સીએટએ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર મેથ્યુ હેડનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યાં છે. આ સહયોગના ભાગરૂપે સીએટે ચાર-હિસ્સામાં એક રસપ્રદ ટોક શોની સીરિઝ – “સીએટ ટાઇમઆઉટ” લોંચ કરી છે, જેમાં હેડન શોને હોસ્ટ કરતાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનિલ ગવાસ્કર સાથે ચર્ચા કરતાં દર્શાવાયા છે.
અગ્રણી ટાયર નિર્માતા સીએટએ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર મેથ્યુ હેડનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યાં છે. આ સહયોગના ભાગરૂપે સીએટે ચાર-હિસ્સામાં એક રસપ્રદ ટોક શોની સીરિઝ – “સીએટ ટાઇમઆઉટ” લોંચ કરી છે, જેમાં હેડન શોને હોસ્ટ કરતાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનિલ ગવાસ્કર સાથે ચર્ચા કરતાં દર્શાવાયા છે.
“સીએટ ટાઇમઆઉટ” સીરિઝમાં હેડન અને ગવાસ્કર વચ્ચે તેમના વ્યક્તિગત અનુભવો, રમતની વર્તમાન સ્થિતિ વિશે તેમના મંતવ્યો અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ વિશે તેમની આગાહીને આવરી લેતાં ક્રિકેટના વિવિધ પાસાઓ ઉપર એક માહિતીસભર અને રસપ્રદ ચર્ચા દર્શાવવામાં આવી છે.
સીએટ લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર લક્ષ્મી નારાયણન બી એ કહ્યું હતું કે, “અમે ક્રિકેટના વિશ્વમાં આઇકોન મેથ્યુ હેડન સાથે આ ભાગીદારી કરવા અંગે ખૂબજ ઉત્સાહિત છીએ. “સીએટ ટાઇમઆઉટ” સીરિઝ એક રસપ્રદ ટોક શો છે, જે નિષ્ણાંતોના વિશ્લેષણ, અંદાજો અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે આપણા ક્રિકેટર્સની રસપ્રદ રણનીતિઓને આવરે છે. ક્રિકેટ પ્રત્યે મેથ્યુ હેડનના જુસ્સા અને ચાહકો સાથે જોડાવાની તેમની ક્ષમતા આ સીરિઝને હોસ્ટ કરવા તેમને યોગ્ય પસંદગી બનાવે છે. અમારું માનવું છે કે આ સહયોગ ક્રિકેટ સાથે અમારા બ્રાન્ડના જોડાણને મજબૂત કરવાની સાથે-સાથે ચાહકોને વિશિષ્ટ અને મનોરંજનક કન્ટેન્ટ પણ પ્રદાન કરશે.”
આ ટોક શો ખૂબજ આતુરતાથી રાહ જોવાતી અને 07 જૂન, 2023ના રોજથી શરૂ થતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના પૂર્વવર્તી તરીકે કામ કરશે. “સીએટ ટાઇમઆઉટ વિથ મેથ્યુ હેડન એન્ડ સુનિલ ગવાસ્કર”ના પ્રથમ બે એપિસોડ રિલિઝ થઇ ચૂક્યાં છે અને તેને સીએટની નીચેની યુટ્યુબ ચેનલ ઉપર જોઇ શકાય છે.
બાકીના બે એપિસોડ 06 જૂન, 2023ના રોજ રિલિઝ થયાં છે, જે ક્રિકેટ ચાહકોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલાં રસપ્રદ અને મનોરંજક કન્ટેન્ટ પૂરી પાડે છે.
ક્રિકેટ લિજેન્ડ રવિન્દ્ર જાડેજાને હાઈસેન્સના ટેલિવિઝન, એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશન લાઈનો માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
IDEMITSU હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ NSF 250R ઓપન ક્લાસમાં આંતરરાષ્ટ્રીય રાઇડર કેવિન ક્વિન્ટલ માટે બેવડી જીત