સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ ક્રિકેટને સપોર્ટ કરવા તથા પ્રતિભા અને દ્રઢ સ્થિરતાને ઓળખ આપીને 25મી એડિશનની ઊજવણી કરે છે
ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે આજે મુંબઈમાં સીએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર) એવોર્ડ્સ 2023 સાથે તમામ ફોર્મેટ્સમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા અને ગૌરવની ઊજવણી કરી હતી.
મુંબઈ: ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે આજે મુંબઈમાં સીએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર) એવોર્ડ્સ 2023 સાથે તમામ ફોર્મેટ્સમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા અને ગૌરવની ઊજવણી કરી હતી. સીસીઆર એ એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે જે ક્રિકેટના સમુદાયને એક કરે છે અને જૂન 2022-મે 2023ના વર્ષ માટે સીએટ ક્રિકેટ રેટિંગ દ્વારા રેટ કરાયેલ તેમના પ્રદર્શનના આધારે, પુરુષો અને મહિલાઓ બંનેને ફિલ્ડ પર કેટલીક શ્રેષ્ઠ અને સૌથી વધુ સુશોભિત સિદ્ધિઓનું સન્માન કરે છે.
એક અગ્રણી વ્યાપક રેટિંગ તરીકે સીસીઆરે વૈશ્વિક અને સ્થાનિક બંને મોરચે ક્રિકેટની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા માટે પોતાને ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરી છે. આરપીજી ગ્રુપના ચેરમેન શ્રી હર્ષ ગોએન્કાએ જણાવ્યું હતું કે, “સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ આજે તેની 25મી એડિશન ક્રિકેટને સમર્થન આપે છે અને અમે વિશ્વભરના ક્રિકેટરોને હૃદયપૂર્વક સલામ કરીએ છીએ. તેમની અસાધારણ પ્રતિભા અને અવિરત સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. સીએટ દ્વારા ક્રિકેટ રેટિંગથી અમે એવા લોકોનું દિલથી સન્માન કરીએ છીએ જેમણે અમને ફોર્મેટના સ્પેક્ટ્રમમાં મોહિત કર્યા છે - સ્થાયી ટેસ્ટથી લઈને આનંદકારક વન-ડે ઈન્ટરનેશનલ અને મનમોહક ટી-20 મેચો. ક્રિકેટ એ એક રમત છે જે જીવનના તમામ ક્ષેત્રના લોકોને એક કરે છે, અને અમારી આશા છે કે આ એવોર્ડ્સ લોકોને સાથે લાવવાનું અને વિશ્વભરમાં ગેમને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. અમે ટીમ ઈન્ડિયાને આગામી વર્લ્ડ કપમાં સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પણ આપીએ છીએ.”
તેમની લાગણીઓનો પુનરોચ્ચાર કરતાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને સીએટ ક્રિકેટ રેટિંગ્સના મુખ્ય નિર્ણાયક શ્રી સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, “સીએટ ક્રિકેટ રેટિંગ આ મહાન ગેમમાં દોષરહિત પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે એક મશાલ વાહક છે. આ વર્ષે પુરસ્કાર વિજેતાઓ આ ગેમના વૈશ્વિક રોલ મોડલ છે અને આશા છે કે તે મહાન પ્રતિભા ધરાવતી ભાવિ પેઢીઓને આગળ વધવા માટે પ્રેરિત કરશે.” પોતાના યોગદાન માટે સન્માનિત થવા પર આનંદ વ્યક્ત કરતા, ટીમ ઈન્ડિયાની મહિલા બેટર શેફાલી વર્માએ કહ્યું, “સીએટે મહિલા ક્રિકેટને ચમકવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અમારા પ્રયાસોને આવા ભવ્ય મંચ પર ઉજવવામાં આવી રહ્યા છે તે જોવું ખરેખર હૃદયસ્પર્શી છે. હું દ્રઢપણે માનું છું કે આવી પહેલ યુવાન છોકરીઓને ગેમમાં આગળ વધવા અને વ્યક્તિ તરીકે પોતાને સશક્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.”
સુપ્રસિદ્ધ ક્રિકેટર મેથ્યુ હેડને, એવોર્ડના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે “ક્રિકેટ સાથે સીએટના જોડાણને જોયા પછી, મેં ક્રિકેટ સમુદાય પર તેની સાચી અસર જોઈ છે. સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ માત્ર વ્યક્તિગત સિદ્ધિઓની ઉજવણી કરતા નથી; તેઓ સરહદોને પણ જોડે છે. સંસ્કૃતિઓ અને વિશ્વભરના ક્રિકેટરોને સાથે લાવે છે. વૈશ્વિક ક્રિકેટ સહાનુભૂતિને ઉત્તેજન આપવા માટે આ એક અનોખો અને અમૂલ્ય પ્રયાસ છે.” આ ઇવેન્ટમાં મહિલા ક્રિકેટરોના નોંધપાત્ર પ્રદર્શનને માન્યતા આપવામાં આવી હતી, જેમાં દિપ્તી શર્માએ ‘સીએટ વુમન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો હતો અને શેફાલી વર્માને અંડર-19 મહિલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન તરીકે સન્માનિત કરવામાં આવી હતી.
સ્થાનિક સ્તરના પ્રદર્શનની સરાહના કરતાં સીએટ ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર જલજ સક્સેનાને આપવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવે સીએટ શ્રેષ્ઠ ટી-20 બેટ્સમેનનો ખિતાબ જીત્યો, જ્યારે ભુવનેશ્વર કુમારે વર્ષનો શ્રેષ્ઠ ટી-20 બોલરનો એવોર્ડ મેળવ્યો. આ કાર્યક્રમમાં સાંજે ‘સીસીઆર ઈન્ટરનેશનલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ મેળવનાર મહાન ખેલાડીઓ મદન લાલ અને કરસન ઘાવરીના વિશિષ્ટ પ્રદર્શનને પણ નવાજવામાં આવ્યું હતું.
સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સની 25મી એડિશન એક આકર્ષક ઘટના હતી, જે ક્રિકેટરો સાથે મનોરંજક પ્રદર્શન અને સમજદાર પેનલ ડિસ્કશનથી ભરપૂર હતી. આ લાંબા સમયથી પુરસ્કાર શ્રેષ્ઠતાનો માપદંડ બની ગયો છે જે ક્રિકેટની ગેમને વ્યાખ્યાયિત કરે છે; આ પ્લેટફોર્મ ગેમ પ્રત્યેના પ્રેમની ચર્ચા કરવા માટે દર્શકો, સુપર ચાહકો, બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરોને આકર્ષિત કરે છે. સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સથી પ્રેરિત, બોલિવૂડ મૂવી ઘૂમરની ટીમ બ્રેન્ડન મેક્કુલમને શ્રેષ્ઠ કોચનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર સીએટ ટીમ સાથે જોડાઈ હતી.
ક્રિકેટ પીચ પર તેમના અસાધારણ પ્રદર્શન માટે, શુભમન ગિલને ‘સીએટ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કારથી સન્માનિત થવા પર, તેણે જણાવ્યું હતું કે, “હું પ્રતિષ્ઠિત સીએટ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકેની પસંદગી પામીને સન્માનિત છું. એક ક્રિકેટર તરીકે, તે હંમેશા સીમાઓને આગળ ધપાવવા, પડકારોનો સામનો કરવા અને નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે સતત સુધારો કરવા વિશે છે. આ માન્યતા શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વચ્ચેના સમાંતરને વધુ મજબૂત બનાવે છે અને મને વધુ સખત પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરશે.”
1 સીએટ લાઈફટાઈમ અચીવમેન્ટ વિનર મદન લાલ
2 સીએટ લાઈફટાઈમ અચીવમેન્ટ વિનર કરસન ઘાવરી
3 સીએટ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર શુભમન ગિલ
4 સીએટ વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર દિપ્તી શર્મા
5 સીએટ ઈન્ટરનેશનલ બેટર ઓફ ધ યર શુભમન ગિલ
6 સીએટ ઓડીઆઈ બેટર ઓફ ધ યર શુભમન ગિલ
7 સીએટ ઓડીઆઈ બોલર ઓફ ધ યર એડમ ઝામ્પા
8 સીએટ ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર ટીમ સાઉધી
9 સીએટ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર કેન વિલિયમસન
10 સીએટ ટેસ્ટ બોલર ઓફ ધ યર પ્રભાત જયસૂર્યા
11 સીએટ ટી-20 બેટ્સમેન ઓફ ધ યર સૂર્યકુમાર યાદવ
12 સીએટ ટી-20 બોલર ઓફ ધ યર ભુવેશ્વર કુમાર
13 સીએટ ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર જલજ સક્સેના
14 300 ટી-20 વિકેટ્સ લેનાર પ્રથમ ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ
15 અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટનનું સન્માન શેફાલી વર્મા
16 શ્રેષ્ઠ કોચ બ્રેન્ડન મેક્કુલમ
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.