સીએટ અને મેરેંગોનીએ ટ્રક અને બસના ટાયરમાં શ્રેષ્ઠતાને આગળ વધારી
ગ્રાહક સંતોષ માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે ટાયર રીટ્રેડિંગ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેરેંગોની એસ.પી.એ. સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાં નવીન અને ભરોસાપાત્ર ટાયર રીટ્રેડીંગ સોલ્યુશન્સ ઓફર કરીને ઉન્નત ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો છે.
ગ્રાહક સંતોષ માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડે ટાયર રીટ્રેડિંગ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી મેરેંગોની એસ.પી.એ. સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાં નવીન અને ભરોસાપાત્ર ટાયર રીટ્રેડીંગ સોલ્યુશન્સ ઓફર કરીને ઉન્નત ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનો છે. આ ભાગીદારી વિશે વાત કરતાં સીએટ લિમિટેડના સીએમઓ લક્ષ્મી નારાયણન બીએ જણાવ્યું હતું કે, “સીએટ અને મેરેંગોનીએ એક શક્તિશાળી સહયોગમાં હાથ મિલાવ્યા છે, જેનો હેતુ ટ્રક અને બસ ટાયર ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે.
સીએટના સુપિરિયર ટ્રક ટાયર અને અત્યાધુનિક કેસીંગ ટેક્નોલોજીને મેરેંગોનીની ઉચ્ચ-ગુણવત્તાવાળી રીટ્રેડિંગ સાથે જોડીને, આ સહયોગ ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા અને કામગીરીનું વચન આપે છે. નફાકારકતા ઉપરાંત, ભાગીદારી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગના પર્યાવરણીય ફૂટપ્રિન્ટ પર સકારાત્મક અસર કરીને અદ્યતન રીટ્રીડિંગ તકનીકો દ્વારા ટાયરના જીવનને લંબાવીને ટકાઉપણું પર પણ ભાર મૂકે છે.
સાથે મળીને સીએટ અને મેરેંગોની ઉદ્યોગને વધુ નફાકારક અને પર્યાવરણ પ્રત્યે સભાન ભવિષ્ય તરફ દોરી રહ્યા છે.” સીએટ લિમિટેડના ગ્લોબલ સેલ્સ એન્ડ સપ્લાય ચેઈનના સિનિયર વીપી સૌરવ મુખર્જીએ જણાવ્યું હતું કે, “સીએટ અને મેરેંગોનીએ ગેમ ચેન્જર પાર્ટનરશિપ કરી છે જેનો હેતુ કોમર્શિયલ ટાયર સોલ્યુશન્સમાં ક્રાંતિ લાવવાનો છે. આ સહયોગ દ્વારા, અમે પ્રીમિયમ કોમર્શિયલ ટાયર ગ્રાહકો માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરવાની યોજના બનાવીએ છીએ, જે એકંદર ખર્ચમાં ઘટાડો કરતી વખતે ફ્લીટ કામગીરીને ઓપ્ટિમાઇઝ કરવા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ
અને સર્વિસીઝ પ્રદાન કરે છે. ટાયર મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશનમાં સીએટની નિપુણતા સાથે મેરેંગોનીના રીટ્રેડિંગ અને ફ્લીટ મેનેજમેન્ટના બહોળા અનુભવ સાથે, આ જોડાણ કોમર્શિયલ ટાયર ઉદ્યોગની વિકસતી માંગને પહોંચી વળવા માટે તૈયાર છે. સાથે મળીને, અમે કાર્યક્ષમતા અને પર્યાવરણીય જવાબદારી ચલાવવા માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
મેરેંગોની ગ્રુપના સીઓઓ મેથિયાસ લેપર્ટે જણાવ્યું હતું કે, “મેરેંગોની ઉચ્ચ ગુણવત્તાવાળા સીએટ ટાયર (કેસિંગ) અને મેરેંગોનીની રિંગટ્રેડ ટેક્નોલોજીથી શરૂ કરીને ભારતીય ગ્રાહકોને પ્રીમિયમ રીટ્રેડ રજૂ કરવા માટે સીએટ સાથે કામ કરવા માટે આતુર છે. ભારતીય ટ્રાન્સપોર્ટ
કંપનીઓની સ્પર્ધાત્મકતા વધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. આ અનુભવના આધારે સીએટ અને મેરેંગોની અન્ય બજારોમાં પણ સમાન તકો શોધવાનો ઇરાદો ધરાવે છે.” મેરેંગોની સાઉથ એશિયાના સીઈઓ હેમંત કૌલે જણાવ્યું હતું કે, “ખૂબ મોટા પ્રમાણમાં માંગ ધરાવતા સીવી ટાયર માર્કેટમાં નવા ટાયર, રીટ્રેડ અને સર્વિસનું આદર્શ મિશ્રણ પ્રદાન કરીને ગ્રાહકની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકાય છે. મેરેંગોની અને સીએટ વચ્ચેનું જોડાણ એ અમારા સમાન ગ્રાહકને ઉન્નત મૂલ્ય પ્રદાન કરવા માટે બે નિષ્ણાંતોનું એક ઉત્તમ સંયોજન છે. સીએટના ગ્રાહકોને હવે મેરેંગોનીના ઉચ્ચ-ગુણવત્તાવાળા રિટ્રેડ્સની એક્સેસ મળશે જ્યારે મેરેંગોનીના ગ્રાહકો કે જેઓ પહેલાથી સીએટ ટાયરનો ઉપયોગ કરતા નથી તેઓ આ અનન્ય સંયોજન તરફ આકર્ષિત થઈ શકે છે. ભારતીય બજારમાં આને નિર્ણાયક ભાગીદારી બનાવવા માટે હું સીએટમાં મારા સાથીદારો સાથે કામ કરવા આતુર છું.”
તેની વ્યાપક હાજરી અને સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે મજબૂત પ્રતિષ્ઠા સાથે, સીએટ લિમિટેડ ટાયર ઉત્પાદન ઉદ્યોગમાં એક વિશ્વસનીય બ્રાન્ડ બની ગઈ છે. ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સ પર કંપનીના ધ્યાને તેને પ્રતિષ્ઠિત સન્માનો અપાવ્યા છે, જેમાં ડેમિંગ એવોર્ડ અને લાઇટ હાઉસ ડેઝિગ્નેશન સામેલ છે.
ટાયર રીટ્રેડિંગ ક્ષેત્રમાં 70 વર્ષથી વધુની કુશળતા સાથે મેરેંગોની એસ.પી.એ. તેની ઉદ્યોગ- અગ્રણી ક્ષમતાઓને ભાગીદારીમાં લાવે છે. કંપનીની અનોખી રિંગટ્રેડ સિસ્ટમ, જે તેની સ્પ્લાઈસ-લેસ રીટ્રેડિંગ પ્રક્રિયા માટે જાણીતી છે, તે શ્રેષ્ઠ કામગીરી, અસાધારણ વિશ્વસનીયતા અને વિસ્તૃત ટાયર લાઈફની ખાતરી આપે છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, તેલંગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને નેશનલ કેપિટલ રિજન તથા રાજસ્થાનમાં આગામી સ્થળોએ ફ્રેન્ચાઈઝીનું મેરેંગોનીનું સ્થાપિત નેટવર્ક ગ્રાહકોને અસરકારક રીતે સેવા આપવાની તેની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
સીએટ લિમિટેડ અને મેરેંગોની સી.પી.એ. વચ્ચેનો સહયોગ ગ્રાહકોને તેમની ટાયર રીટ્રેડિંગ જરૂરિયાતો માટે અપ્રતિમ વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવાના સહિયારા ધ્યેય દ્વારા પ્રેરિત છે. સીએટ લિમિટેડના ઉચ્ચ-ગુણવત્તાવાળા ટાયર કેસિંગ્સને મેરેંગોનીની અદ્યતન રીટ્રેડિંગ ટેક્નોલોજી સાથે જોડીને, ગ્રાહકો એક શ્રેષ્ઠ સોલ્યુશનનો અનુભવ કરી શકે છે જે ટાયરની એક્સટેન્ડેડ લાઈફ, શ્રેષ્ઠ પ્રદર્શન અને કિફાયતીપણું પ્રદાન કરે છે.
આ ભાગીદારી દ્વારા સીએટ લિમિટેડ અને મેરેંગોની એસ.પી.એ. તેમના ફ્રેન્ચાઈઝી નેટવર્કને વિસ્તૃત કરવાનો હેતુ ધરાવે છે જેથી ગ્રાહકોની વિશિષ્ટ એપ્લિકેશનોને અનુરૂપ ઉચ્ચ- ગુણવત્તાવાળા, વિશ્વસનીય રીટ્રેડ્સની વ્યાપક એક્સેસ આપી શકાય. બંને કંપનીઓની નિપુણતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ વચ્ચેનો તાલમેલ સતત નવીનતાઓને આગળ વધારશે અને સમગ્ર ભારતમાં કોમર્શિયલ વ્હીકલ ફ્લિટને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરશે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.