સિએટ એ સર્જ્યો ઈતિહાસ, ટાયર ઈન્ડસ્ટ્રીમાં વૈશ્વિક સ્તરે ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ જીતનાર પ્રથમ કંપની બની
ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપની સિએટ લિમિટેડે પ્રતિષ્ઠિત ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ મેળવી 2023માં આ વિશિષ્ટતા પ્રાપ્ત કરનાર વિશ્વની પ્રથમ ટાયર બ્રાન્ડ બની છે.
મુંબઈ : ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપની સિએટ લિમિટેડે પ્રતિષ્ઠિત ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ મેળવી 2023માં આ વિશિષ્ટતા પ્રાપ્ત કરનાર વિશ્વની પ્રથમ ટાયર બ્રાન્ડ બની છે. ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ એ કંપનીઓ માટેનું એક પ્રસિદ્ધ સન્માન છે કે જેમણે ડેમિંગ પ્રાઈઝ હાંસલ કર્યું છે, તેઓએ ત્રણથી વધુ વર્ષ સુધી તેમની કુલ ગુણવત્તા વ્યવસ્થાપન (TQM) પ્રેક્ટિસને ટકાવી રાખી તેમાં સુધારો જારી રાખ્યો છે. સિએટ પંદર વર્ષથી વધુ સમયથી TQM હેઠળ કામગીરી કરી રહી છે. જે 2017માં પ્રતિષ્ઠિત ડેમિંગ પ્રાઇઝ જીતનાર જાપાન બહારની પ્રથમ ટાયર કંપની હતી.
ડેમિંગ ગ્રાન્ડનું 1969માં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે યુનિયન ઓફ જાપાનીઝ સાયન્ટિસ્ટ્સ એન્ડ એન્જિનિયર્સ (JUSE) દ્વારા ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ (TQM)માં શ્રેષ્ઠતા માટે પ્રસ્તુત કરાયેલા લાંબા સમયથી ચાલતા ક્વોલિટી એવોર્ડ્સમાંનો એક છે. સિએટ આ સન્માન જીતનારી વિશ્વભરની માત્ર 33 કંપનીઓમાંની એક છે અને વૈશ્વિક મંચ પર એકમાત્ર ભારતીય ટાયર બ્રાન્ડ છે.
TQMના ઉચ્ચ સ્તરે કામ કરતી કંપનીઓ તેમની ગ્રાહક કેન્દ્રિતતા, કાર્ય કરવાની પદ્ધતિસરની રીત અને કાર્ય ક્ષમતાઓમાં અલગ પડે છે.
સિએટ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી અનંત ગોએન્કાએ આ અંગે જણાવ્યું હતું કે, “અમે ડેમિંગ ગ્રાન્ડ પ્રાઈઝ હાંસિલ કરી સન્માનની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સન્માન શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અમારી આ સફળતા અમારા અમૂલ્ય ભાગીદારો અને વિક્રેતાઓના સતત પ્રયાસો અને સમર્થનને આભારી છે. આ સિદ્ધિ અમને ગુણવત્તા અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરમાં ટાયર મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
સિએટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અર્નબ બેનર્જીએ જણાવ્યું હતું કે "અમે આ સિદ્ધિથી અત્યંત આનંદિત છીએ. આ પુરસ્કાર જીતવાથી અમારી મજબૂત બિઝનેસ સિસ્ટમ્સ અને કામગીરીઓ પ્રતિબિંબિત થાય છે, જે દર વખતે અત્યંત વિશ્વસનીય અને ભરોસાપાત્ર ઉત્પાદનો અને સેવાઓના નિર્માણ તરફ દોરી જાય છે. દરેક કર્મચારી અને તમામ સ્ટેકહોલ્ડર્સની સાથે મળી તેને સાચા અર્થમાં ભાગીદારી આધારિત બનાવે છે. અમે માનીએ છીએ કે સિએટના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોએ અમને આ સન્માન હાંસિલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.”
Multibagger Stock : ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાવર કેબલના ઉત્પાદનનો વ્યવસાય કરે છે. થોડા વર્ષો પહેલા તે એક પેની સ્ટોક હતો અને શેરની કિંમત ઘણી ઓછી હતી. પછી તેની કિંમત સતત વધતી ગઈ અને પૈસા રોકનારા લોકો અમીર બની ગયા.
લાખો વપરાશકર્તાઓ એલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X છોડીને જેક ડોર્સીના Bluesky પર ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી લાખો વપરાશકર્તાઓ Bluesky તરફ વળ્યા છે. જો કે તેનું બીજું કારણ પણ સામે આવ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.