સેરાએ ઐતિહાસિક સ્પેસ મિશન માટે બ્લ્યૂ ઓરિજિન સાથે હાથ મિલાવ્યા
સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા) (SERA) એ ઐતિહાસિકપણે સ્પેસની ઓછી એક્સેસ ધરાવતા દેશોના નાગરિકો માટે હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ વિકસાવવા માટે બ્લ્યૂ ઓરિજિન સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ વિશ્વભરના દરેક નાગરિકોને અવકાશયાત્રી બનવા માટેની તથા સ્પેસ સાયન્સમાં ભાગ લેવાની તક પૂરી પાડશે.
મુંબઈ : સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા) (SERA) એ ઐતિહાસિકપણે સ્પેસની ઓછી એક્સેસ ધરાવતા દેશોના નાગરિકો માટે હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ વિકસાવવા માટે બ્લ્યૂ ઓરિજિન સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ વિશ્વભરના દરેક નાગરિકોને અવકાશયાત્રી બનવા માટેની તથા સ્પેસ સાયન્સમાં ભાગ લેવાની તક પૂરી પાડશે. તેની પહેલી ફ્લાઇટમાં ભવિષ્યની બ્લ્યૂ ઓરિજિન ન્યૂ શેફર્ડ મિશન પરની તમામ છ સીટ્સ રિઝર્વ્ડ થઈ ગઈ છે.
સ્પેસને વધુ એક્સેસિબલ બનાવવાના મિશનના હેતુને અનુલક્ષીને પાંચ સીટ્સ પાંચ પાર્ટનર દેશોને ફાળવવામાં આવશે જેમની પાસે કદી અવકાશયાત્રી હતા જ નહીં અથવા ખૂબ જ ઓછા છે. છઠ્ઠી સીટ કોઈપણ દેશના કોઈપણ નાગરિક માટે ખુલ્લી રહેશે. મિશનને સપોર્ટ કરવા માટે તથા ફ્લાઇટ પર સાયન્સ એક્સપેરિમેન્ટ પેલોડ્સ વિકસાવવા માટે સેરા નેશનલ સ્પેસ એજન્સીઓ તથા રિજનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન્સ સાથે સહયોગ સાધી રહી છે. અવકાશયાત્રીઓની આખરી પસંદગી અને વિજ્ઞાનના પ્રયોગો સમુદાય દ્વારા નક્કી કરવામાં આવશે. ભાગીદાર રાષ્ટ્રો આગામી મહિનામાં જાહેર કરવામાં આવશે.
આ પ્રોગ્રામ સેરા (જે અગાઉ સીએસએ તરીકે ઓળખાતી હતી) અને બ્લ્યૂ ઓરિજિન વચ્ચેનો અગાઉના સહયોગ પર તૈયાર કરાયો છે જેના લીધે મિનાસ ગેરાઇસના 28 વર્ષના સિવિલ એન્જિનિયર વિક્ટર હેસ્પાના સ્પેસમાં બીજા બ્રાઝિલિયન અને દેશના હીરો બન્યા હતા. વિક્સટરની સેરા કમ્યૂનિટીમાંથી રેન્ડમ રીતે પસંદગી કરાઈ હતી અને તેમણે બ્લ્યૂ ઓરિજિનની પાંચમી ક્રૂ ફ્લાઈટ એનએસ-21 પર 4 જૂન, 2022ના દિવસે ઉડાન ભરી હતી.
“લગભગ 150 દેશો પાસે કદી અવકાશયાત્રી રહ્યા જ નથી. અમે આ પરિસ્થિતિને બદલવા માટે આ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. વિક્ટરની ફ્લાઇટે અમને બતાવ્યું હતું કે કેવી રીતે એક વ્યક્તિ અવકાશની સંભાવનાઓ વિશે સમગ્ર દેશને પ્રેરણા આપી શકે છે અને રોમાંચ જગાવી શકે છે. અમે આનું મોટાપાયે પુનરાવર્તન કરવા માગીએ છીએ. બ્લ્યૂ ઓરિજિન આને શક્ય બનાવવામાં મદદ કરે છે અને અમે અવકાશને સૌના માટે વધુ સુલભ બનાવવાનું સમાન વિઝન ધરાવીએ છીએ” એમ સેરાના કો-ફાઉન્ડર જોશુઆ સ્કર્લાએ જણાવ્યું હતું.
બ્લ્યૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ બિઝનેસ યુનિટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફિલ જોય્સે જણાવ્યું હતું કે “અવકાશમાં આપણી ભવિષ્યની જિંદગી પૃથ્વી પર રહેલી સમૃદ્ધ જૈવવિવિધતા દર્શાવવી જ જોઈએ. આ પ્રોગ્રામ અવકાશને એવા લોકો માટે એક્સેસીબલ બનાવવા માટેનું મહત્વનું પગલું છે જેમને આના સિવાય કદી આ અદ્ભુત અનુભવની તક મળવાની જ નહોતી. તે તેના સાથી નાગરિકો તથા સરહદોની પાર જઈને બીજા લોકોને પણ આ જ દિશામાં પ્રેરણા આપે છે.”
અત્યાર સુધી સ્પેસ એ એક્સક્લુઝિવ ડોમેન જ રહ્યું છે અને 80 ટકાથી વધુ અવકાશયાત્રીઓ માત્ર ત્રણ જ દેશોના રહ્યા છે. આ ત્રણ દેશો જ હાલ ઇન-સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લગભગ 80 ટકા માલિકી ધરાવે છે અને ઓપરેટ કરે છે. સૌના માટે એક સ્પેસ એજન્સી બનાવવા અને સ્પેસ સેક્ટરમાં વૈશ્વિક સહભાગિતાને વેગ આપવાનું મિશન ધરાવતી સેરા આ ઐતિહાસિક અસંતુલનનું સમાધાન લાવવા માટે ઉત્સુક છે.
સેરાના કો-ફાઉન્ડર સેમ હચિસને જણાવ્યું હતું કે “સરકારો દ્વારા ટ્રિલિયન ડોલર્સ ખર્ચવા છતાં છેલ્લા ત્રણ દાયકાઓમાં કોઈપણ સમયે સ્પેસમાં માત્ર જૂજ વ્યક્તિઓ જ રહી શક્યા છે. સૌર મંડળની અકલ્પનીય સમૃદ્ધ સાધનો અને ઊર્જા સંસાધનો સુધી આપણે સંપૂર્ણપણે પહોંચી શક્યા જ નથી. હવે લોન્ચનો ખર્ચ ઘટી રહ્ય હોવાથી આમાં પરિવર્તન આવશે અને સેરા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પૃથ્વી પરના સૌ કોઈને ઓફવર્લ્ડ ઇકોનોમીની વૃદ્ધિમાં ભાગ લેવાની તક મળવી જોઈએ.”
આગામી અપડેટ્સ મેળવવા માટે સાઇન કરવા આ વેબસાઇટની મુલાકાત લોઃ www.sera.space.
Multibagger Stock : ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાવર કેબલના ઉત્પાદનનો વ્યવસાય કરે છે. થોડા વર્ષો પહેલા તે એક પેની સ્ટોક હતો અને શેરની કિંમત ઘણી ઓછી હતી. પછી તેની કિંમત સતત વધતી ગઈ અને પૈસા રોકનારા લોકો અમીર બની ગયા.
લાખો વપરાશકર્તાઓ એલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X છોડીને જેક ડોર્સીના Bluesky પર ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી લાખો વપરાશકર્તાઓ Bluesky તરફ વળ્યા છે. જો કે તેનું બીજું કારણ પણ સામે આવ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.