CJ DARCL લોજિસ્ટિક્સ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું
ડાઈવર્સિફાઈડ લોજિસ્ટિક્સ કંપની CJ Darcl લોજિસ્ટિક્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("સેબી") સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઈલ કર્યું છે. આ કંપની નાણાકીય વર્ષ 2023માં રેવન્યુના સંદર્ભમાં ફુલ ટ્રક લોડ (“FTL”) વર્ટિકલમાં માર્કેટ લીડરશિપ ધરાવે છે.
ડાઈવર્સિફાઈડ લોજિસ્ટિક્સ કંપની CJ Darcl લોજિસ્ટિક્સ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("સેબી") સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઈલ કર્યું છે. આ કંપની નાણાકીય વર્ષ 2023માં રેવન્યુના સંદર્ભમાં ફુલ ટ્રક લોડ (“FTL”) વર્ટિકલમાં માર્કેટ લીડરશિપ (સોર્સઃ ક્રિસિલ રિપોર્ટ ) ધરાવે છે.
કંપની તેની પ્રારંભિક પબ્લિક ઑફરિંગમાં ઇક્વિટી શેર ઓફર કરીને (શેર દીઠ ₹10ની ફેસ વેલ્યુ) ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં ₹340 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને શેરધારકો દ્વારા 5,431,071 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા મેળવવામાં આવેલ ચોક્કસ ઋણની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી/પૂર્વચુકવણી માટે, EVની ખરીદી માટે કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
CJ Darcl લોજિસ્ટિક્સ લિમિટેડ પાસે અત્યાર સુધીમાં 36 વર્ષ કરતા વધુ સમયનો ઓપરેશનલ અનુભવ છે. તે સમગ્ર ભારતમાં હાજરી ધરાવવા ઉપરાંત ઈન્ટીગ્રેટેડ સર્વિસ ઓફરિંગ, માર્કેટ ઇન્ટેલિજન્સ અને જાણકારી સાથે અલગ-અલગ લોજિસ્ટિક્સ સોલ્યુશન પૂરા પાડે છે, ટેક્નોલોજી દ્વારા સર્વિસ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિઝનેસ પાર્ટનર્સના વિશાળ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સાઉથ કોરિયામાં હેડક્વાર્ટર ધરાવતી ડાઈવર્સિફાઈડ લોજિસ્ટિક્સ કંપની સીજે લોજિસ્ટિક્સે 2017માં Darcl લોજિસ્ટિક્સ લિમિટેડમાં 50% હિસ્સો હસ્તગત કર્યો હતો. CJ DARCLના રેટિંગના તર્ક પ્રમાણે CJ લોજિસ્ટિક્સ એ સાઉથ કોરિયાની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપની છે અને 249 હબ સાથે 36 દેશોમાં 161 શહેરોમાં કામગીરી ચલાવે છે. સપ્ટેમ્બર 2017માં કંપનીનું નામ CJ Darcl લોજિસ્ટિક્સ લિમિટેડ રાખવામાં આવ્યું હતું. 31 માર્ચ, 2023 સુધીમાં કંપની પાસે 990 વાહનોનો કાફલો છે.
આ ઓફર ફોર સેલમાં ક્રિષન કુમાર અગરવાલ દ્વારા 369,000 ઇક્વિટી શેર્સ, રોશન લાલ અગરવાલ દ્વારા 203,502 ઇક્વિટી શેર્સ, નરેન્દ્ર કુમાર અગરવાલ દ્વારા 230,897 ઇક્વિટી શેર્સ (“પ્રમોટર સેલિંગ શેરધારકો”), વિનીત અગરવાલ દ્વારા 578,000 ઇક્વિટી શેર્સ, સુષ્મા અગરવાલ દ્વારા 529,279 ઇક્વિટી શેર્સ, પુનીત અગરવાલ દ્વારા 447,489 ઇક્વિટી શેર્સ, સમિહા અગરવાલ દ્વારા 446,285 ઇક્વિટી શેર્સ, નિતેશ અગરવાલ દ્વારા 425,129 શેર્સ, દર્શન કુમાર એન્ડ સન્સ (HUF) દ્વારા 336,535 ઇક્વિટી શેર અને ટેક ચંદ અગ્રવાલ (HUF) (અન્ય વેચાણ શેરધારકો) દ્વારા 289,574 સુધી ઈક્વિટી શેર્સ ("ઓફર ફોર સેલ")નો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટ થશે. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને મિરેઈ એસેટ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.