CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાં સમન્સના આદેશને પડકાર્યો હતો.
ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમણે દાવો કર્યો હતો કે આતિષીએ લગાવેલા આરોપોએ તેમની અને તેમની પાર્ટી (ભાજપ)ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
દિલ્હી સરકાર દલિત વિદ્યાર્થીઓને આંબેડકર શિષ્યવૃત્તિ આપશે. અરવિંદ કેજરીવાલે આજે આની જાહેરાત કરી હતી.
નરેશ યાદવ પર કુરાનનું અપમાન કરવાનો આરોપ છે અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પછી તેણે પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. તેમની જગ્યાએ મહેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના લોકો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી છે. જાણો આનાથી કોને અને શું ફાયદો થશે?