સીપીએચઆઈ અને પીમેક ઈન્ડિયા એક્સપોનું ફાર્માસ્યુટિકલ ક્ષિતિજ માટે નવા ધ્યેય સાથે પુનરાગમન
સીપીએચઆઈ અને પીમેક ઈન્ડિયા એક્સપોની 16મી આવૃત્તિ 28-30 નવેમ્બર, 2023ના રોજ ઈન્ડિયા એક્સપો સેન્ટર, ગ્રેટર નોઈડા, દિલ્હી ખાતે યોજાશે. પ્રદર્શનમાં 45,000 મુલાકાતીઓ આવશે. 1500 પ્રદર્શનકારીઓ 10,000થી વધુ પ્રોડક્ટો પ્રદર્શિત કરશે અને ઉદ્યોગના નિષ્ણાતો માટે શીખવા, વિચારોનું આદાનપ્રદાન કરવા અને તેમનો વેપાર આગળ વધારવા માટે અજોડ વાતાવરણ પૂરું પાડશે.
નવી દિલ્હી : અસમાંતર સફળતાનાં 16 વર્ષ સાથે ભારતની નામાંકિત બી2બી ઈવેન્ટ આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા આયોજિત સીપીએચઆઈ એન્ડ પીમેક ઈન્ડિયા એક્સપો ધૂમધડાકાભેર પુનરાગમન કરવા માટે સુસજ્જ છે. સાઉથ એશિયામાં સૌથી વિશાળ અને સૌથી વ્યાપક ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી ઈવેન્ટ તરીકે આ લોકપ્રિય પ્રદર્શન દિલ્હીના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો સેન્ટર ખાતે 28-30 નવેમ્બર,2023ના રોજ યોજાશે.
ફરી એક વાર પ્રદર્શનનું લક્ષ્ય બજારસ્થળને પહોંચી વળવાનું છે, જે જ્ઞાન, ટેકનોસોજીઓ અને બજારની તકોસહિત ઉદ્યોગનાં વિવિધ તત્ત્વોને જોડે છે. સીપીએચઆઈ એન્ડ પીમેક ઈન્ડિયાની ત્રણ દિવસની ઈવેન્ટદરમિયાન 150થી વધુ દેશમાંથી 15000 પ્રદર્શનકારીઓ ભાગ લેશે, 45,000થી વધુ મુલાકાતીઓ આકર્ષાશેએવી ધારણા છે. આથી ઉચ્ચ કક્ષાના ફાર્માસ્યુટિકલ એક્ઝિક્યુટિવો, ખરીદદારો, પ્રોક્યોરમેન્ટ મેનેજરો, કોન્ટ્રાક્ટમેન્યુફેક્ચરર્સ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર્સ તેમ જ રાષ્ટ્રીય અને રાજ્ય નિયામક મંડળો અને પોલિસીના
ઘડવૈયાઓને પ્રત્યક્ષ સહભાગી થવાની અજોડ તક મળશે.
આધુનિકીકરણ અપનાવતાં સીપીએચઆઈ એન્ડ પીમેક ઈન્ડિયા વૈશ્વિક સપ્લાય ચેઈન માટે વિવિધ તત્ત્વોને એક વ્યાપક છત હેઠળ લાવશે. ઈવેન્ટ સાથે સંલગ્નિત કાર્યક્રમો, ભારતની ફૂલતાફાલતી ફાર્માસ્યુટિકલ યંત્રણા, ટેકનોલોજી અને ઈન્ગ્રીડિયન્ટ્સ સેક્ટર્સમાં ચાવીરૂપ ટેકનોલોજિકલ છલાંગ કેન્દ્રમાં રહેશે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ નોંધપાત્ર વિસ્તરણને આરે હોઈ 2028 સુધી 102.7 અબજ ડોલર (રૂ. 8.5 લાખ કરોડ)ના બજારમૂલ્યના લક્ષ્ય સાથે 13 ટકા સીએજીઆરે વધશે એવી ધારણા છે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.