સીએસબી બેંકે વ્હીકલ-ફાઇનાન્સિંગ પ્રોગ્રામ માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ્સ સાથે ભાગીદારી કરી
સીએસબી બેંક લિમિટેડે વિશિષ્ટ વ્હીકલ-ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ (ડીઆઇસીવી) સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ ડીલરશીપ અને ગ્રાહકોને વધુ સપોર્ટ ઓફર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જે સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે.
મુંબઇ : સીએસબી બેંક લિમિટેડે વિશિષ્ટ વ્હીકલ-ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ (ડીઆઇસીવી) સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ ડીલરશીપ અને ગ્રાહકોને વધુ સપોર્ટ ઓફર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જે સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. બેંકે ડીઆઇસીવી સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જે અંતર્ગત બેંક ડીલર્સને અનૂકૂળ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રદાન કરશે તથા રિટેઇલ ગ્રાહકો અને કોન્ટ્રાક્ટર્સને ધિરાણ વિકલ્પોની શ્રેણી ઓફર કરશે.
આ ભાગીદારીથી ડીઆઇસીવીને તેના ફાઇનાન્સિંગ વિકલ્પોની શ્રેણી વિસ્તારવામાં તથા ગ્રાહકોને વધુ ફ્લેક્સિબિલિટી અને વિકલ્પો પ્રદાન કરવામાં મદદ મળી રહેશે. સીએસબી બેંક અને ડેમલર ઇન્ડિયાની સંયુક્ત ક્ષમતાથી નેટવર્ક વિસ્તરણ અને સ્ટોકની ઉપલબ્ધતાથી ગ્રાહકોની માગને સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી શકાય છે. ડીલરશીપને ડીઆઇસીવી પાસેથી ભારતબેન્ઝ ટ્રક મેળવવા તથા ગ્રાહકોનો સંતોષ વધારવા માટે નાણાકીય સ્થિરતા મળશે.
સીએસબી બેંકના રિટેઇલ બેન્કિંગના વડા નરેન્દ્ર દિક્ષિતે કહ્યું હતું કે, “ઉત્કૃષ્ટતા પ્રત્યે કટીબદ્ધતા માટે જાણીતા ઇન્ડસ્ટ્રી લીડર ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ સાથે હાથ મિલાવતાં અમે ઉત્સાહિત છીએ. આ સહયોગ અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે બેંકિંગનો અનુભવ ઉન્નત બનાવવાની બેંકની કટીબદ્ધતાની દિશામાં વધુ એક કદમ છે. આ ભાગીદારીથી બેંક તેનો એસેટ પોર્ટફોલિયો વિકસાવવા સક્ષમ બનશે તેમજ ગ્રાહકોના નવા સેગમેન્ટ સુધી પહોંચ વિસ્તારી શકશે. મને વિશ્વાસ છે કે અમારી સહિયારી કટીબદ્ધતા કમર્શિયલ વ્હીકલ સેક્ટરની સતત પ્રગતિ અને સફળતાનો માર્ગ મોકળો કરશે.”
ડેમલર ઇન્ડિયાના સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રીરામ વેંકટેશ્વરને કહ્યું હતું કે, “સીએસબી બેંક સાથેની અમારી ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતબેન્ઝના ગ્રાહકોને સરળ અને વિશિષ્ટ ફાઇનાન્સિંગ વિકલ્પો પ્રદાન કરીને ઓફરિંગ્સમાં વધારો કરવાનો છે. સીએસબી સાથેની ભાગીદારી મુખ્ય સીએસબી માર્કેટ્સમાં અમારી ઉપસ્થિતિને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી કમર્શિયલ વ્હીકલ ઓપરેટર્સ માટે અમારી ભારતબેન્ઝ ટ્રકના માલીક બનવાનું તથા વધુ સ્પર્ધાત્મક બનવાનું સરળ બનાવશે.”
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.