કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે સરકારી ગર્લ્સ મેડિકલ હોસ્ટેલનો શિલાન્યાસ કરાયો
જામનગરમાં સરકારી કન્યા મેડિકલ હોસ્ટેલનો શિલાન્યાસ કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. આ છાત્રાલયમાં 700 વિદ્યાર્થીઓ માટે આવાસ સાથે 350 રૂમ હશે. મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખૂબ જ જરૂરી સુવિધા છે, જે ગુજરાતની અગ્રણી મેડિકલ કોલેજોમાંની એક છે.
પ્રતિનિધિ વિશાલ હરવરા: જામનગર તા.10સપ્ટેમ્બર, જામનગરમાં આવેલ સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં રૂ.58કરોડ કરતાં વધુના ખર્ચે નિર્માણ પામનાર ગર્લ્સ હોસ્ટેલનો શિલાન્યાસ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમન હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેનેટ તરીકે ચૂંટાયેલા ડો. વિજય પોપટ, સેનેટ નૉમિની ડો. કૃણાલ મહેતા, રિસર્ચ ટીમના ડોકટરો, મેડિકલ કોલેજનું સફળ રીતે સંચાલન કરવામાં સેવા આપનાર સ્ટાફ તથા ડૉક્ટરોનું મહાનુભાવોના હસ્તે સમ્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજના પ્રશ્નો, હોસ્પિટલનું આધુનિકરણ અને અન્ય રજૂઆતોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને સરકારે આ જરૂરિયાત અને માંગણીઓને ધ્યાનમાં રાખીને રૂ.500 કરોડથી વધુનું પેકેજ મંજૂર કર્યું છે જેમાંથી રૂ.58કરોડથી વધુના ખર્ચે એમ.પી. શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં ગર્લ્સ મેડિકલ હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે, તેને ધ્યાનમાં રાખીને પામનાર હોસ્ટેલની સુવિધાથી વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સાથે રહેવાની પણ સુવિધાનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય વિભાગ દરેક નાગરિકને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. દરેક લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા રૂ.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ન માત્ર સૌરાષ્ટ્રમાંથી પરંતુ સમગ્ર રાજ્યમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે, અને ભારતભરમાં આરોગ્યની સેવાઓ ક્ષેત્રે જી.જી. હોસ્પિટલનું નામ પ્રખ્યાત છે. ત્યારે મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા મળવા બદલ હું એમપી શાહ મેડિકલ કોલેજના ડીન અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, એમ.પી.શાહ મેડિકલ કોલેજને હોસ્ટેલના માધ્યમથી નવી સુવિધા મળવા બદલ કોલેજના ડીન અને વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું. કોરોનાએ સમગ્ર વિશ્વને જાગૃત કર્યું છે અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું જરૂરી છે તે આપણે સૌએ કોરોના વખતે અનુભવ્યું છે. ડોક્ટરોની હર હંમેશા સમગ્ર વિશ્વને જરૂરિયાત છે. અને સરકારના પ્રયાસોથી આયુષ્માન ભારતના માધ્યમથી દેશના કરોડો લોકોને સુરક્ષા કવચ મળ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર થકી હેલ્થ કેરની સુવિધાઓ તમામ લોકોને મળી રહી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર અર્થે આવે છે અને હોસ્પિટલના વિશેષ મહત્વની સમગ્ર સૌરાષ્ટ્રને કોરોના સમયે ખબર પડી. મેડિકલ કોલેજમાં રાજ્ય બહારથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવતા અભ્યાસની સાથે સાથે રહેવાની સુવિધા પણ તેઓને એક જ કેમ્પસમાં મળી રહેશે.
શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરની સ્થાપના વર્ષ ૧૯૫૫માં કરવામાં આવી હતી અને હાલની 250 વિધાર્થીઓની ઇન્ટેકને તથા ગર્લ્સ વિધાર્થીઓના એડમિશનને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગર્લ્સ હોસ્ટેલ(G+11)નું હોસ્ટેલ બિલ્ડીંગ મંજૂર કરાયેલ, જેમાં 700 વિધાર્થીઓના સમાવેશ સાથેના 350 રૂમોની સગવડ થનાર છે. જેમાં પાર્કિંગ, રેકટર ક્વાર્ટર્સ, વેઇટિંગ એરીયા, લોન્ડ્રી, 3 મેશ, 255 વિધાર્થીઓની કેપીસીટી સાથેના ડાઇનિંગ એરીયા, રીક્રીએશન રૂમ, ટોયલેટ બ્લોકસ, દરેક રૂમમાં ફર્નિચર, 4 નંગ લીફ્ટ, 4 નંગ સીડી, ડી.જી સેટ, સેન્ટ્રલી આર.ઓ પ્લાન્ટ તથા ફાયર સેફ્ટીની સુવિધા સાથેનું ગ્રાઉન્ડ+11 માળનું હોસ્ટેલ બિલ્ડીંગ ૩,૦૬,૩૨૨ચો.ફૂટ બાંધકામની રકમ રૂ.5841,96 લાખનાં ખર્ચે તૈયાર થનાર છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા,મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.દિપક તિવારી, ડો.ચેટરજી, અન્ય ડોકટરો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકારની સામાન્ય લોકો માટેની સંવેદનાને લઈને સમાજના અંતિમ પગથિયે બેઠેલાં લોકોના જીવનમાં ઉત્કર્ષના અજવાળા પથરાયા છે -મંત્રી ભાનુબહેન બાબરિયા
દર વર્ષે, રણ ઉત્સવ, એક અદભૂત ચાર મહિનાનો ઉત્સવ, કચ્છમાં યોજાય છે, જે લાખો મુલાકાતીઓને આકર્ષે છે. આ વર્ષનો ઉત્સવ ભવ્યતા સાથે શરૂ થયો અને 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે.
ગુજરાત: વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના મોતીવાડામાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો.