ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં કોલકત્તા હાઈકોર્ટનો આદેશ, CBIને તપાસ સોંપાઈ
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે.
કોલકાતાઃ કોલકત્તા હાઈકોર્ટે ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલકાતા પોલીસને કેસ ડાયરી, સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિત તમામ દસ્તાવેજો આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. મહિલા ડોક્ટરની પણ બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ બાબતને લઈને દેશભરમાં તબીબો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ગુરુવાર અને શુક્રવાર (9 ઓગસ્ટ)ની વચ્ચેની રાત્રે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર થયો હતો. બળાત્કાર બાદ તેણીની હત્યા કરવામાં આવી હતી. પીડિતા પીજીના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને છાતીના રોગોમાં નિષ્ણાત થવાનો અભ્યાસ કરતી હતી. ઘટના સમયે તે નાઈટ ડ્યુટી પર હતી અને જુનિયર ડોકટરો સાથે ડિનર કર્યા બાદ રાત્રે 2 વાગે સેમિનાર હોલમાં ગઈ હતી. સવારે છ વાગ્યે અર્ધ-નગ્ન અવસ્થામાં તેની લાશ અહીંથી મળી આવી હતી.
ઘટના બાદ સીસીટીવીમાં એક વ્યક્તિ સવારે ચાર વાગ્યે સેમિનાર હોલમાં જતો જોવા મળ્યો હતો. પોલીસને મહિલાના મૃતદેહ પાસે બ્લૂટૂથ ઈયરફોન પણ મળી આવ્યા હતા. પોલીસે બ્લુટુથ ઈયરફોન દ્વારા ગુનેગારને શોધી કાઢ્યો હતો. ઈયરફોન શંકાસ્પદના ફોન સાથે જોડાયેલા હતા. આ પછી આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. તેના ફોનમાંથી અશ્લીલ વીડિયો પણ મળી આવ્યો હતો. આ ઘટના બાદથી દેશભરમાં તબીબો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી, જેના માટે કલકત્તા હાઈકોર્ટે આજે આદેશ આપ્યો છે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.