શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું
અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું કરાયું વિમોચન.
લોકોને વિવિધ મેળાઓ, તહેવારો અને ખાસ દિવસોની માહિતી મળી રહે તે હેતુથી અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું વિમોચન કરાયું હતું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરમાં વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ તહેવારો, પુનમો, આઠમો વગેરેની વિસ્તૃત વિગત સામેલ કરવામાં આવી છે. આગામી સમયમાં મંદિર ટ્રસ્ટમાં ધાર્મિક થીમ ઉપર ડાયરી અને ટેબલ કેલેન્ડર વિતરણ માટે મૂકવામાં આવશે.
અંબાજી મંદિરના ધાર્મિક વેચાણ કેન્દ્ર ઉપર આ કેલેન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તથા શક્તિ દ્વારની બાજુમાં વી.આઈ.પી પ્લાઝા અને ગબ્બર ખાતે પણ આ કેલેન્ડરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આજના આ વિમોચનમાં મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી તથા મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસરશ્રી પાયલબેન પટેલ અને ટ્રસ્ટના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.