કેમ્પસ એક્ટિવવેરે કિંગ અને સોનમ બાજવાને દર્શાવતા “મૂવ વિથ સ્વેગ” કેમ્પેઇન માટે બ્રાન્ડ ફિલ્મ્સ લોન્ચ કરી
કેમ્પેઇન કેમ્પસ ઓજીસ, નાઇટ્રોફ્લાય, નાઇટ્રોબૂસ્ટ અને એર કેપ્સ્યુલ સહિત બ્રાન્ડના ફેશનેબલ ફૂટવેર કલેક્શન દર્શાવે છે. લોકોને દરેક પ્રસંગે તેમની ફેશન ગેમને વધારવા માટે સશક્ત કરે છે. ફેશન અને કાર્યક્ષમતાના અલ્ટીમેટ ફ્યુઝન માટે ટ્રેન્ડી ડિઝાઇન સાથે અત્યાધુનિક ટેકનોલોજીના મિશ્રણ પર કેમ્પસ ભાર મૂકે છે.
નવી દિલ્હી : ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક કેમ્પસ એક્ટિવવેર ‘મૂવ વિથ સ્વેગ’ કેમ્પેઇન માટે તેમની નવીનતમ બ્રાન્ડ ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. સિતારાઓને ચમકાવતી આ બ્રાન્ડ ફિલ્મ હિપ-હોપ સેન્સેશન કિંગ અને જાણીતી અભિનેત્રી સોનમ બાજવાને દર્શાવે છે, જે કેમ્પસ ઓજીસ, નાઇટ્રોફ્લાય, નાઇટ્રોબૂસ્ટ અને એર કેપ્સ્યૂલ સહિત કેમ્પસના અનન્ય ફૂટવેર કલેક્શનનું પ્રદર્શન કરે છે. કેમ્પસની સિગ્નેચર ટેગલાઇન, #MoveWithSwag, વિવિધ જરૂરિયાતોને પૂરી કરતા વર્સેટાઇલ ફૂટવેર ઓફર કરવા માટે કેમ્પસની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને આ રીતે દરેક વ્યક્તિને દરેક પ્રસંગે તેમની ફેશન ગેમને ઉન્નત કરવા માટે સશક્ત કરે છે.
કેમ્પસ એક્ટિવવેર તેના સ્ટાઇલિશ અને ટેક્નોલોજીકલી અદ્યતન ફૂટવેર કલેક્શનની રેન્જ સાથે સૌથી વધુ આરામદાયક અનુભવની ખાતરી કરીને, ફેશનથી આગળ વધે છે. કેમ્પસ ઓજીસ કલેક્શન એ યુવાની સ્વ-અભિવ્યક્તિ માટે રચાયેલી અલ્ટીમેટ ફેશન એસેસરી છે, જેનાથી લોકો તેમના અનન્ય વ્યક્તિત્વને પ્રદર્શિત કરી શકે છે અને અવિશ્વસનીય આત્મવિશ્વાસ દર્શાવી શકે છે.
નાઈટ્રોફ્લાય ટેક્નોલોજી દ્વારા સંચાલિત અને “ફ્લાઈંગ ઈઝ ધ ન્યૂ રનિંગ” તરીકે ટૅગ કરવામાં આવેલી નાઈટ્રોફ્લાય રેન્જ વપરાશકર્તાઓને તેમની મર્યાદાઓને આગળ ધપાવવા અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન હાંસલ કરવા માટે સક્ષમ બનાવે છે, જેમાં ઓછા વજન અને રિસ્પોન્સિવ કુશનિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ્પસ નાઈટ્રોબૂસ્ટ, એક ક્રાંતિકારી મિડસોલ કે જે બાઉન્સિયર છે અને હાઇ એનર્જી પૂરી પાડે છે જેમાં હવે એર ટર્બો ટેક્નોલોજી પણ છે, જે સૉલમાં રાખેલી ઇનોવેટિવ એર સર્ક્યુલેશન સિસ્ટમ દ્વારા તમારા પગને સમગ્ર દિવસ દરમિયાન તાજા અને આરામદાયક રાખે છે. આ ઉપરાંત રજૂ કરાયેલી એર કેપ્સ્યૂલ પ્રો ટેક રેન્જ સ્નાયુઓ, સાંધાઓ અને રજ્જૂ માટે સલામતી સુનિશ્ચિત કરવા, ઇમ્પેક્ટ ફોર્સીસ સામે રક્ષણ માટે હીલ એરિયામાં કુશનિંગ ઓફર કરે છે.
કેમ્પસ એક્ટિવવેરના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી પ્રેરણા અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ બ્રાન્ડ ફિલ્મ માટે સોનમ બાજવા અને કિંગની ડાયનેમિક જોડીને સાથે લાવવી એ અમારા માટે એક આદર્શ પસંદગી હતી. તેઓ વ્યક્તિત્વ, સ્વ-અભિવ્યક્તિ અને ફેશન-ફોરવર્ડ એટિટ્યૂડના સારને સાર્થક કરે છે જે અમારા મૂવ વિથ સ્વેગ કેમ્પેઇનની ભાવના સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે. અમારું કેમ્પેઇન આકર્ષક કિંમતે અમારા ફૂટવેરમાં ટેકનોલોજી અને ફેશનને એકસાથે લાવવાની અમારી પ્રતિબદ્ધતાને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. વ્યક્તિત્વ અને સ્વ-અભિવ્યક્તિના વધતા મહત્વ સાથે, અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો તેમની ફૂટવેર પસંદગીમાં સશક્તિકરણ અને આત્મવિશ્વાસ અનુભવે.”
કેમ્પસ એક્ટિવવેર અત્યાધુનિક ટેક્નોલોજી અને ટ્રેન્ડી ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ક્રાંતિમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. ગ્રાહકો વધુને વધુ અનન્ય ડિઝાઇનની શોધ કરી રહ્યા છે જે મોર્ડન ટ્રેન્ડ્સ સાથે પરંપરાગત ભારતીય તત્વોનું મિશ્રણ કરે છે અને કેમ્પસ આ મૂવમેન્ટમાં મોખરે છે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.