નર્મદા જિલ્લાના ઉમેદવારોએ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાને હૂંડી સ્વરૂપે આવેદન આપ્યું
જ્ઞાન સહાયક રદ કરાવવા માટે ઉમેદવારો પોહંચ્યા આદિવાસી કુળદેવી યાહા મોગી માતાના શરણે, જે નીતિથી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે, નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ના નામે ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કરાર આધારિત શિક્ષકો એ દેવમોગરા ખાતે આવેલ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી એવા યાહા મોગી માતાજીના ચરણોમાં પહોંચી માતાજીને હૂંડી સ્વરૂપે આવેદનપત્ર આપી કરાર આધારિત શિક્ષકોની ભરતી સરકાર રદ કરે અને કાયમી શિક્ષકોનો ભરતી કરે એવી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
૧૧ મહિના ના કરાર આધારિત શિક્ષકોની ભરતીના મુદ્દે ઘણા દિવસોથી રાજયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે.વિવિધ ગામો તથા શહેરોમાં ભાવિ શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સાગબારા તાલુકામાં પણ સરકાર દ્વારા થઈ રહેલા અન્યાયના ભોગ બનેલા ભાવિ શિક્ષક ઉમેદવારો છે જેઓ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના પવિત્ર સ્થાનક એવા દેવમોગરા મુકામે માતાજીને હૂંડી સ્વરૂપે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ભાવિ શિક્ષકોની પડતર માંગણીઓ અને સરકાર દ્વારા શિક્ષણ નીતિ ના નામે કરાઈ રહેલા અન્યાયને "હે ! માતાજી તમે દૂર કરવામાં મદદરૂપ થાવ અને આ જ્ઞાન સહાયક નામની શોષણકારી યોજના માંથી અમને ઉગારી લો" તેવી અરજ ભાવિ શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ટેટ/ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા લઈને પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપવાના બદલે ૧૧ મહિનાના કરાર પર નોકરી આપવામાં આવી રહી છે.સરકારની આ નીતિ શિક્ષક તથા વિદ્યાર્થીઓ માટે અન્યાયરૂપ હોવાનું ભાવિ શિક્ષકોએ જણાવ્યું હતું. જે નીતિ થી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે જેવી આશંકા સેવાઈ રહી છે.તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર પહેલેથી જ નબળું છે અને હવે આ યોજનાથી તો હજી શિક્ષણનું સ્તર તળિયે બેસી જવાની સંભાવના રહેલી છે. આદિવાસી જેવા પછાત વિસ્તારોમાંથી આવતા ભાવિ શિક્ષકો કે જેમણે સખત મેહનત કરી ને આ પરીક્ષા પાસ કરી છે તેઓ પણ આ યોજના નો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમણે તેની વાત સરકાર સુધી પહોંચાડવા બહુ પ્રયત્ન કર્યા હોવા છતાં સરકાર તે વાત સાંભળવા તૈયાર નથી જેથી તેઓ પોતાની કુળદેવી યાહામોગી માતા કે જે તેમની હર હંમેશ દરેક દુઃખ નું નિરાકરણ કરી તેમનું રક્ષણ કરે છે તેમના શરણે આવી પહોંચ્યા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરીને જ્ઞાન સહાયક રદ થાય તે માટે હૂંડી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બોટાદના સાળંગપુરખાતે નૂતન વર્ષના દિવસે પ્રસિદ્ધ હનુમાન મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
વડોદરાના શિનોરમાં નવા વર્ષના દિવસે બે મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક બાળક સહિત અન્ય બેને ઈજા થઈ છે.
ભક્તોએ નવા વર્ષની શરૂઆત પ્રાર્થના અને દર્શન સાથે કરી છે, રાજ્યભરના મંદિરોમાં આસ્થાના ઉત્સાહથી ભરપૂર છે. શામળાજી મંદિરમાં, ભક્તિનું એક અદ્ભુત કાર્ય થયું કારણ કે એક ભક્તે ભગવાન શામળિયાને સુવર્ણ ચરણ પાદુકા (પવિત્ર પાદુકા) અર્પણ કરી