કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું
યસ બેન્ક ભારતીય નિકાસકારોને ઇન્ટરનેશનલ પેમેન્ટ કલેક્શનની સુવિધા પૂરી પાડવા કેશફ્રી પેમેન્ટ્સે સાથે ભાગીદારી કરી, જે અંતર્ગત યસ બેન્કના ખાતાધારકો આ સર્વિસની મદદથી 30થી વધુ વિદેશી ચલણોમાં પેમેન્ટ સ્વીકારી શકે છે. આ રીતે મેળવેલા ફન્ડને ભારતીય રૂપિયામાં પરિવર્તિત કરી શકાશે અને એક જ બિઝનેસ દિવસમા સ્થાનિક બેન્ક ખાતામાં સેટલ કરી શકાશે
કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું છે, જે અંતર્ગત યસ બેન્કના ખાતાધારકો આ સર્વિસની મદદથી 30થી વધુ વિદેશી ચલણોમાં પેમેન્ટ સ્વીકારી શકે છે. આ રીતે મેળવેલા ફન્ડને ભારતીય રૂપિયામાં પરિવર્તિત કરી શકાશે અને એક જ બિઝનેસ દિવસમા સ્થાનિક બેન્ક ખાતામાં સેટલ કરી શકાશે.
ચાર કરન્સી (અમેરિકન ડોલર, ગ્રેટ બ્રિટન પાઉન્ડ, યુરો અને કેનેડિયન ડોલર)માં ડેડિકેટેડ સુવિધા ઉપરાંત આ પ્રોડક્ટને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર્સ (OPGSP) ગાઇડલાઇન્સને અનુરૂપ 10,000 અમેરિકન ડોલરની સમકક્ષ રકમ 30થી વધુ ચલણોમાં કરવા સક્ષમ બનાવે છે.
યસ બેન્કના કન્ટ્રી હેડ (ડિજિટલ અને ટ્રાન્ઝેક્શન્સ બેન્કિંગ) અજય રંજને જણાવ્યું હતું કે, “દેશનાં પેમેન્ટ ક્ષેત્રમાં યસ બેન્ક ડિજિટલ ઇનોવેશનમાં મોખરે રહી છે. યસ બેન્ક અને કેશફ્રી પેમેન્ટ્સની ભાગીદારીનો હેતુ ભારતીય નિકાસકારોને વિશ્વભરમાંથી મળતાં પેમેન્ટ્સ સ્વીકારને સરળ કરવાનો અને ક્રાંતિ લાવવાનો છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ હબ બનાવવા ખાસ કરીને એમએસએમઇ સેક્ટરમાં નિકાસ વધારવા પર સરકારનાં ફોકસ સાથે અનુરૂપ આ વ્યવસ્થા છે.
ગ્લોબલ કનેક્શન લોંચ કરવાથી નિકાસકારો તેમની કલેક્શન અને પેમેન્ટ પ્રક્રિયામાં રિયલ ટાઇમ એક્સેસ મેળવી શકશે.” કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રીજુ દત્તાએ જણાવ્યું હતું કે, “ભારતીય નિકાસકારો માટે ઇન્ટરનેશનલ પેમેન્ટ કલેક્શન સરળ કરવા યસ બેન્ક સાથે ભાગીદારી કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. નિકાસ બજાર ઝડપથી વૃધ્ધિ કરી રહ્યું છે ત્યારે નાણા પ્રવાહ સરળ કરવા અને મુશ્કેલી વિના પૂર્તતા જરૂરિયાતોને પહોંચી વળવા ઇનોવેટિવ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. ગ્લોબલ કનેક્શન્સ અને યસ બેન્ક સાથેની અમારી ભાગીદારી અમને કિફાયતી, ટોપ-ઓપ-ધ-લાઇન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડીને ભારતની નિકાસ વૃધ્ધિને વેગ આપવાનાં અમારા લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.”
નિકાસકારો ઇમેલ, એસએમએસ કે વોટ્સએપ પર પોતાનાં ખરીદારોને પેમેન્ટ કલેક્શનની વિગતો આપી શકશે અને ખરીદારો પણ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (ACH), સિંગલ યુરો પેમેન્ટ એરિયા (SEPA) જેવાં લોકલ રેઇલ્સની મદદથી પેમેન્ટ કરી શકશે.
ફાસ્ટ ઓન-બોર્ડિંગ
● એક જ દિવસમાં e-FIRAનું ઓટો-જનરેશન
● આવનાર પેમેન્ટ અને સેટલમેન્ટનું સિમલેસ રીકન્સિલિએશન
● ભારતમાં નિકાસકારના યસ બેન્ક એકાઉન્ટમાં રૂપિયાના ચલણમાં પેમેન્ટ સેટલ થશે
● નિકાસકારો તેમનાં વિદેશી ગ્રાહકને ACH અથવા SEPA જેવા સ્થાનિક બેન્ક ટ્રાન્સફર દ્વારા પેમેન્ટ કરવાનો વિકલ્પ આપી શકે છે.
● 30થી વધુ ચલણમાં 180થી વધુ દેશોમાંથી પેમેન્ટ સ્વીકારવાનો વિકલ્પ.
● નાની રકમનાં ટ્રાન્ઝેક્શન્સ માટે પરંપરાગત swiftની સરખામણીમાં FX પર વધુ બચત કરો
નિકાસકારોને ભારતમાં તેમનાં સ્થાનિક બેન્ક એકાઉન્ટમાં સેટલમેન્ટ મળશે. વધુમાં, નિકાસકારો 24 કલાકની અંદર ફોરેન ઇનવર્ડ રેમિટન્સ એડવાઇસ (e-FIRA) પણ મેળવી શકશે.
પેમેન્ટ પ્રોસેસર્સમાં 50 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી કેશફ્રી પેમેન્ટ્સ ભારતમાં તેનાં પે-આઉટ્સ સાથે બલ્ક ડિસ્બર્સલમાં અગ્રેસર છે. ભારતની સૌથી ધિરાણકર્તા એસબીઆઇએ કેશફ્રી પેમેન્ટ્સમાં રોકાણ કર્યું છે, જે મજબૂત પેમેન્ટ ઇકોસિસ્ટમનાં નિર્માણમાં કંપનીની ભૂમિકાનું મહત્વ પ્રતિપાદિત કરે છે. કેશફ્રી પેમેન્ટ્સ કોર પેમેન્ટ્સ અને બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા તમામ અગ્રણી બેન્કો સાથે નજીકથી કામ કરે છે, જેનાંથી કંપનીની પ્રોડક્ટ મજબૂત બની છે. કેશફ્રી પેમેન્ટ્સ શોપિફાય,Wix, પેપાલ, એમેઝોન પે, પેટીએમ અને ગુગલ પે જેવાં મોટાં પ્લેટફોર્મ સાથે સંકલિત છે. કેશફ્રી પેમેન્ટ્સ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ્સ અમેરિકા, કેનેડા અને યુએઇ સહિતનાં આઠ દેશોમાં ઉપયોગમાં લેવાય છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.