કેશફ્રી પેમેન્ટ્સે વેપારીઓ માટે રૂપે, વિસા અને માસ્ટરકાર્ડ પર CVV- ફ્રી કાર્ડ પેમેન્ટ્સની સુવિધા શરૂ કરી
વેપારીઓ તેમનાં ગ્રાહકોને વિસા, માસ્ટરકાર્ડ અને રૂપે સહિતનાં તમામ મોટાં કાર્ડ નેટવર્ક પર સેવ્ડ (ટોકનાઇઝ્ડ) કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપી શકશે, ચેકઆઉટ પ્રોસેસ પાંચ સેકન્ડ ઝડપી, સરળ અને વધુ સગવડદાયકઃ પેમેન્ટ
ફેઇલ્યોરનું પ્રમાણ પણ ઘટશે
ભારતની અગ્રણી પેમેન્ટસ અને એપીઆઇ બેન્કિંગ કંપની કેશફ્રી પેમેન્ટ્સે પાર્ટનર બિઝનેસ માટે સીવીવી-ફ્રી કાર્ડ પેમેન્ટ્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. સીવીવી-ફ્રી પેમેન્ટ્સમાં ગ્રાહકો રૂપે, વિઝા, માસ્ટરકાર્ડ જેવા મોટાં નેટવર્ક પર સેવ્ડ (ટોકનાઇઝ્ડ) કાર્ડ્સ પર ઝડપથી, સરળતાથી અને વધુ સગવડદાયક રીતે ચેક આઉટ કરી શકશે. સીવીવી એન્ટ્રીની જરૂરિયાત ન રહેવાથી ચેકઆઉટ પ્રોસેસ સરળ બની જાય છે અને ટ્રાન્ઝેક્શન સમયમાં પાંચ સેકન્ડનો ઘટાડો થાય છે. સીવીવી-ફ્રી પેમેન્ટ્સમાં ઉચ્ચ સ્તરીય સલામતી જાળવવામાં આવે છે, જેમાં આરબીઆઇનાં નિયમોનું પાલન કરવામાં આવે છે.
સીવીવી-ફ્રી પેમેન્ટ્સમાં કાર્ડધારકોએ સીવીવી એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પ્રિપેઇડ કાર્ડ પરનો ત્રણ કે છ
આંકડાનો નંબર મેન્યુઅલી એન્ટર કરવાની જરૂર નથી પડતી. પહેલાં એવું થતું હતું કે ખોટાં સીવીવી એન્ટર કરવાથી
પેમેન્ટ ફેઇલ જતાં હતાં. પણ આ નવી સુવિધા લોંચ થવાથી યુઝર્સ પોતાનું સેવ્ડ કાર્ડ સિલેક્ટ કરીને, ઓટીપી એન્ટર
કરીને ખૂબ સરળતાથી ટ્રાન્ઝેક્શન્સ પૂરાં કરી શકે છે. આને કારણે પેમેન્ટ ફેઇલ્યોર નથી થતું.
કેશફ્રી પેમેન્ટ્સના સીઇઓ અને સહ-સ્થાપક આકાશ સિન્હાએ જણાવ્યું હતું કે, “અમે સીવીવી-ફ્રી પેમેન્ટ્સ લોંચ કરતા
રોમાંચ અનુભવીએ છીએ. આ એક ગેમ ચેન્જર ફીચર છે જે યુઝરને સગવડતા આપશે. ડિજિટલ બિઝનેસની સફળતામાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ યુઝર્સ મહત્વની ભૂમિકા ભજવે છે, જે ભારતીય બજારમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે. સીવીવી-ફ્રી પેમેન્ટ્સ દ્વારા અમે કાર્ડધારકોનો સમય બચાવીએ છીએ, યુપીઆઇ ઇન્ટેન્ટ જેવાં લોકપ્રિય સ્વરૂપો સાથે પેમેન્ટ અનુભવ એકરૂપ કરીએ છી. કેશફ્રી પેમેન્ટ્સમાં અમારું વિઝન સતત ઇનોવેશન કરવાનું અને સોલ્યુશન્સ વિક્સાવવાનું છે, જે ડિજિટલ પેમેન્ટને ઝડપી, સલામત અને વધુ સગવડદાયક બનાવે છે. આ ફીચર આ વિઝન સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.”
એનપીસીઆઇના હેડ, ડિજિટલ પેમેન્ટ્સ ગૌરીશ કોરગાંવકરે જણાવ્યું હતું કે, રૂપે કાર્ડ્સ સાથે સીવીવી-ફ્રી પેમેન્ટ્સ શરૂ કરીને અમે ગ્રાહકોને સારો અનુભવ પૂરો પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટોકનાઇઝ્ડ કાર્ડ્સ માટે સીવીવી વેરિફિકેશન માટેની જરૂરિયાત દૂર કરીને અમે કાર્ડ અંગેની સંવેદનશીલ માહિતીની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરીને પેમેન્ટ પ્રોસેસને વધુ સરળ બનાવી રહ્યા છે. આ ઇનોવેટિવ ફીચર ઝડપી અને ઘર્ષણવિહીન ચેકઆઉટની ગેરન્ટી આપે છે અને યુઝર દ્વારા કરવામાં આવતા પેમેન્ટ્સમાં ક્રાંતિ લાવે છે.”
વિસાના વાઇસ પ્રેસિડન્ટ અને હેડ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ (ભારત, સાઉથ એશિયા) રામક્રિશ્નન ગોપાલને
જણાવ્યું હતું કે, “કેશફ્રી પેમેન્ટ્સ અને તેમને સપોર્ટ કરતાં વેપારીઓ માટે ટોકનાઇઝ્ડ કાર્ડ માટે સીવીવી-ફ્રી ટ્રાન્ઝેક્શન્સની અભૂતપુર્વ સુવિધા રજૂ કરતાં ખુશી અનુભવીએ છીએ. આનાથી સંખ્યાબંધ નાના વેપારીઓ અને તેમનાં ગ્રાહકોને ખરીદી અને ટ્રાન્ઝેક્શનનો સરળ અને સલામત અનુભવ મળશે. અમને વિશ્વાસ છે કે આ ઘર્ષણ ઘટતાં ટ્રાન્ઝેક્શન સફળતા સુધરશે અને બિઝનેસને વિશ્વાસ સાથે ડિજિટલ ઇકોસિસ્ટમ અપનાવવામાં પ્રોત્સાહન મળશે.”
માસ્ટરકાર્ડના વાઇસ પ્રેસિડન્ટ, હેડ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ રવિ દાતલાએ જણાવ્યું હતું કે, “માસ્ટરકાર્ડ ગ્રાહકો માટે પેમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝંઝટમુક્ત બનાવીને પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ અને ભારતીય ડિજિટલ માર્કેટની વૃધ્ધિની આગેવાની લેવા પ્રયાસશીલ છે. મેન્યુઅલ સીવીવી એન્ટર કરવાની જરૂર દૂર કરીને કેશફ્રી પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન ટાઇમ ઘટાડે છે અને પેમેન્ટ ફેઇલ્યોરની સંખ્યા ઘટાડે છે. કેશફ્રી પેમેન્ટ સાથેનું જોડાણ સતત ઇનોવેશન કરવાની અને ડિજિટલ પેમેન્ટની ગતિ વધારે તેવાં સોલ્યુશન્સ પૂરાં પાડીને ગ્રાહકો માટે સલામતી, ચોક્સાઇ અને સગવડતા સુનિશ્ચિત કરવાની માસ્ટરકાર્ડની પ્રતિબધ્ધતા પ્રદર્શિત કરે છે.”
સીવીવી-ફ્રી પેમેન્ટ્સ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)નાં નિયમોનું 100 ટકા પાલન કરે છે અને ઉચ્ચતમ
સલામતી સુનિશ્ચિત કરે છે. કાર્ડ ઓન ફાઇલ ટોકનાઇઝેશન (CoFT) પ્રોસેસ અંગેની આરબીઆઇની ગાઇડલાઇન્સ કાર્ડ સલામતી સુનિશ્ચિત કરે છે, જેમાં સિક્યોર એન્ક્રિપ્ટિંગ થાય છે, ગ્રાહકનાં કાર્ડની વિગતોનું કાર્ડ નેટવર્ક અને અને કાર્ડ ઇશ્યુ કરતી બેન્કો પાસે મર્યાદિત એક્સેસ રહે છે.
કેશફ્રી પેમેન્ટ્સની કાર્ડ ટોકનાઇઝેશન માટેની ‘ટોકન વોલ્ટ’ સોલ્યુશનનો ઉપયોગ કરીને સીવીવી-ફ્રી ફીચર ઓટોમેટિક સક્ષમ બનશે. ‘ટોકન વોલ્ટ’ એ કેશફ્રી પેમેન્ટ્સનું ટોકનાઇઝેશન સોલ્યુશન છે, જે વેપારીઓને સરળતાથી સેવ કાર્ડ નેટવર્ક ટોકન માટે સક્ષમ બનાવે છે અને એ રીતે વેપારીઓને આરબીઆઇની માર્ગદર્શિકાનું પાલન કરવામાં મદદ કરે છે. ‘ટોકન વોલ્ટ’માં ઇન્ટરઓપરેબિલિટી ફીચર છે, જેને કારણે કોઇપણ પેમેન્ટ ગેટવે અને પોતાની પસંદગીનાં કાર્ડ નેટવર્ક પર ટોકનાઇઝ્ડ કાર્ડ ટ્રાન્ઝેક્શન કરવા મલ્ટીપલ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરતા વેપારીઓને મદદ કરે છે.
પેમેન્ટ પ્રોસેસમાં 50 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી કેશફ્રી પેમેન્ટ્સ આજે ભારતમાં તેનાં પેઆઉટ્સ દ્વારા બલ્ક
ડિસ્બર્સલ્સમાં આગેવાન છે અને અગ્રણી ઓનલાઇન પેમેન્ટમાં એગ્રીગેટરમાં સ્થાપ પામે છે. ભારતની સૌથી મોટી
ધિરાણકર્તા એસબીઆઇએ કેશફ્રી પેમેન્ટ્સમાં રોકાણ કરેલું છે, જે મજબૂત પેમેન્ટ ઇકોસિસ્ટમનાં નિર્માણમાં કંપનીની
ભૂમિકા પર ભાર મૂકે છે. કેશફ્રી પેમેન્ટ્સ કોર પેમેન્ટ્સ અને બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણ માટે તમામ અગ્રણી બેન્કો
સાથે મળીને કામ કરે છે, જે કંપનીની પ્રોડક્ટ્સને તાકાત પૂરી પાડે છે. કેશફ્રી પેમેન્ટ્સ શોપિફાય, Wix,પેપાલ, એમેઝોન પે, પેટીએમ અને ગુગલ પે જેવાં મોટાં પ્લેટફોર્મ સાથે પણ એકીકરણ કરી રહી છે. કેશફ્રી પેમેન્ટ્સની પ્રોડક્ટ્સ ભારત ઉપરાંત યુએસએ, કેનેડા અને યુએઇ સહિતનાં આઠ દેશોમાં ઉપયોગમાં લેવાય છે.
વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટના કારણે દેશના અનેક શહેરોમાં તેલની કિંમતોમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોમવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ પછી દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજી જોવા મળીસોમવારે ભારતીય શેરબજારો મોટે ભાગે ફ્લેટ રહ્યા હતા, કારણ કે રોકાણકારો યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણની રાહ જોઈ રહ્યા હતા.
સપ્તાહના ચોથા દિવસે, BSE સેન્સેક્સ ૪૦૯.૬૧ પોઈન્ટના વધારા સાથે ૭૭,૧૩૩.૬૯ પોઈન્ટ પર બંધ થયો.