રોકાણકારો સાવધાન
એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી સુમરિયા” નામના વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે.
મુંબઈ : રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં ગેરકાનૂની ડબ્બા ટ્રેડિંગ પ્રવૃત્તિ પ્રદાન કરતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરો કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. અત્રે નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) સાથે ઓથોરાઇડ્ઝ પર્સન (એપી) તરીકે જોડાયેલ/નોંધણી થયેલ હતી તથા એપી તરીકે ઉપરોક્ત એસોસિએશન/રજીસ્ટ્રેશન પાછળથી ટીએમ દ્વારા રદ કરવામાં આવ્યું હતું.
સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે અને તે રીતે રાજ્યના કાયદા અમલીકરણ સત્તાધીશો પણ તે મામલે તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.
રોકાણકારોને સાવધાન અને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરે. આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ પર કામ કરવું રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર છે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે.
રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:
1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો
2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ
3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.
*રોકાણકારોના હિતાર્થે જારી*
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.