આરોગ્યપ્રદ ખોરાક અને બદામના સારાપણા સાથે રક્ષાબંધનની ઉજવણી કરો
રક્ષાબંધન ભાઇબહેન વચ્ચેના બંધનની ઉજવણી કરવામાં આવે છે, આ હૃદયસ્પર્શી પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા માટે આ રક્ષાબંધનને તમારા દૈનિક આહારમાં બદામ જેવા પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરીને વધુ અર્થપૂર્ણ બનાવો.
અમદાવાદ : રક્ષાબંધન તહેવારોની સિઝનના પ્રારંભની નિશાની છે, જેમાં ભાઇબહેન વચ્ચેના બંધનની ઉજવણી કરવામાં આવે છે, તેમજ બહેનો તેમના ભાઇના આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઇઓ બહેનને ટેકો અને રક્ષણ કરવાનું વચન આપે છે, તેમજ તેમના આરોગ્ય અન ખુશીઓની સંભાળ રાખવા માટે પણ બંધાય છે. આ હૃદયસ્પર્શી પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા માટે આ રક્ષાબંધનને તમારા દૈનિક આહારમાં બદામ જેવા પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કરીને વધુ અર્થપૂર્ણ બનાવો.
તહેવારો અને ઉજવણીઓની વચ્ચે આરોગ્ય પર શું અસર થશે તેની ચિંતા કર્યા વિના સ્વીટ ડીશ અને બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાનું સહજ હોય છે. વધુ પડતા ખાંડવાળા અને તૈલી ખોરાકનો ઉપભોગ કરવાથી ગંભીર આરોગ્ય ચિંતામાં પરિણમે છે, જેમ કે ડાયાબિટીઝ, સ્થૂળતા અને કાર્ડીયોવાસ્ક્યુલર સમસ્યાઓ, તેથી યોગ્ય ખોરાકની પસંદગી કરવી તે અત્યંત અગત્યની છે.
તેથી જ્યારે તમે તહેવારની ખુશીઓને માણવા માટે સજ્જ થાઓ છો અને તમારા પરિવાર માટે ખાસ ડીશ તૈયાર કરો છો ત્યારે ખાતરી કે તમે બદામ જેવા આરોગ્યપ્રદ વિકલ્પોનો સમાવેશ કરો છો. બદામ અત્યત પોષણયુક્ત હોય છે અને તે બ્લડ સુગરના સ્તરને નાથવામાં અને LDL સ્તર અને એકંદરે કોલેસ્ટરલને નીચુ રાખવામાં મદદ કરે છે, જે હૃદયની ઇષ્ટતમ તંદુરસ્તી અને એકંદરે સુખાકારીને જાળવી રાખવામાં યોગદાન આપે છે. વધુમાં રિફાઇન્ડ ખાંડને બદલે કુદરતી સ્વીટનર્સ અપનાવવાનું અને તળેલા ખોરાકને બદલે બેક કરેલા ખોરાક વિશે વિચારો. આવી વિચારપૂર્ણ પસંદગીઓ કરીને તમે તમારા પ્રિયજનો સાથે તમારા આરોગ્યની સંભાળ લેવાની સાથે ઉજવણીઓની મજા માણી શકો છો.
પોતે કેવી રીતે રક્ષા બંધનની ઉજવણી કરે છે તે અંગે જણાવતા બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાનએ જણાવ્યુ હતુ કે, "રક્ષાબંધન એ મારા અને મારા પરિવાર માટે ખાસ દિવસ છે. દર વર્ષે અમે ઉજવણી માટે એકત્રિત થઇએ છીએ અને વિધિ અનુસર્યા પછી અમે એક સાથે ભોજન માણીએ છે. મારો પરિવાર અને હું શુ ખાઇએ છીએ તેનો વિચાર કરતા હું દર વર્ષે ખાસ ડેઝર્ટ - ગ્રીલ્ડ આલમોન્ડ બરફી- બનાવુ છુ, જે ફક્ત સ્વાદિષ્ટ નહી પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અન્ય રેસિપીઓમાં પણ બદામ જેવા દરેક ઇનગ્રેડીયન્ટસ હોય તેની હું ખાતરી રાખુ છુ કેમ કે તે ફક્ત સ્વાદિષ્ટ નહી પરંતુ આરોગ્ય પણ અત્યંત લાભકારક હોય છે.”
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.