અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવ અમદાવાદ પહોંચી
અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવના ભાગરૂપે અશોક લેલેન્ડના ઓયસ્ટર ઝેડએક્સ અને બડા દોસ્ત વાહનો અમદાવાદ પહોંચ્યાં હતાં. મુંબઇથી સફરની શરૂઆત કરતાં વાહનો રાજકોટ તરફ આગળ વધ્યાં હતાં. આ અભિયાન અલવરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સમાપ્ત થશે.
અમદાવાદ: અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવના ભાગરૂપે અશોક લેલેન્ડના ઓયસ્ટર ઝેડએક્સ અને બડા દોસ્ત વાહનો અમદાવાદ પહોંચ્યાં હતાં. મુંબઇથી સફરની શરૂઆત કરતાં વાહનો રાજકોટ તરફ આગળ વધ્યાં હતાં. આ અભિયાન અલવરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સમાપ્ત થશે.
અભિયાન તેની સફરમાં ગાંધીધામ, ઉદેપુર, અજમેર, જોધપુર અને જયપુરને પણ આવરી લેશે. આ ડ્રીમ ડ્રાઇવ કુલ 10 વાહનો સાથે પાંચ અલગ-અલગ રૂટ ઉપર સમગ્ર દેશનું ભ્રમણ કરી રહ્યાં છે. બેંગ્લોર, મુંબઇ, જમ્મુ, કોલકત્તા અને ડિબ્રુગઢથી શરૂ કરીને આ અભિયાન દેશના મહત્વપૂર્ણ સ્થળોની સફર કરતાં અશોક લેલેન્ડના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ખાતે સમાપ્ત થશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારે દેશ સાથે કંપનીના કાયમી સંબંધોની ઉજવણી કરવાનો છે.
આ દરમિયાન અશોક લેલેન્ડ તેની ડીલરશીપના વિશાળ નેટવર્ક અને તેના મૂલ્યવાન ગ્રાહકો સાથે જોડાશે તથા કમર્શિયલ વિહિકલ ઇકોસિસ્ટમના વર્ષોના અનુભવમાંથી જાણકારી મેળવશે.
ડ્રીમ ડ્રાઇવ વિશે માહિતી મેળવવા અને સંવાદ સાથે જોડાવા માટે અશોક લેલેન્ડના સોશિયલ મીડિયા હેન્ડલ અથવા કંપનીની વેબસાઇટ જૂઓ - www.ashokleyland.com.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.