ઉજવણી...ઉજ્જવળ ભવિષ્યની – શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
નવું સત્ર શરૂ થતાં જ બાળકોને મળ્યા શ્યાહીની ‘સુગંધ’વાળા નવા પાઠ્યપુસ્તકો, વડોદરા જિલ્લામાં ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ
વડોદરા જિલ્લામાં ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ બાળકોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા મહાઅભિયાન એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની આ ૨૦મી શ્રૃખંલામાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે, આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા છાત્રોને નિઃશુલ્ક આપવાના થતાં પુસ્તકો શાળા સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પણ આવા પુસ્તકોનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આ વખતે આયોજનબદ્ધ રીતે પુસ્તકના છાપકામ અને જિલ્લાઓમાં વિતરણની કામગીરી કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિને અનુરૂપ પુસ્તકોમાં કરવાના થતાં ફેરફાર અને ખાસ કરીને બાલ વાટિકાના પુસ્તકોનું પ્રકાશન, ભાષાશુદ્ધિ સહિતના જટિલ કાર્યોને મંડળ દ્વારા ત્વરિત કરવામાં આવતા બાળકો માટે જરૂરી પુસ્તકો સમયસર શાળા સુધી પહોંચી શક્યા છે.
આ વખતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા નવી શિક્ષણ નીતિને અનુરૂપ બાલવાટિકાના અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે. બાલવાટિકાના પુસ્તકો જોઇને બાળકોમાં જિજ્ઞાસા ઉદ્દભવે તેવા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને બાલ વાટિકાના પુસ્તકો ગમ્મત સાથે જ્ઞાન પીરસે એવા છે. વડોદરા શહેર અને જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન જેવા ધોરણ એકથી આઠના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. નવા પુસ્તકો બાળકોના અભ્યાસ પ્રત્યેના ઉત્સાહમાં વૃદ્ધિ કરવાની સાથે તેની માનવસહજ જિજ્ઞાસાવૃદ્ધિ પણ કરે છે.
વડોદરા જિલ્લામાં તાલુકાવાર પાઠ્યપુસ્તકોના વિતરણની વિગતો જોઇએ તો ડેસર તાલુકામાં ૬૯૭૯ સેટ, ડભોઇમાં ૧૩૨૮૫ સેટ, સાવલીમાં ૧૫૬૭૬ સેટ, શિનોરમાં ૩૯૫૬ સેટ, કરજણ તાલુકામાં ૧૦૨૮૬ સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે પાદરા તાલુકામાં ધોરણ એકથી આઠના વિવિધ વિષયોના ૧૩૮૭૪૧ પુસ્તકો, વડોદરા તાલુકામાં ૧૪૪૯૬૮ પુસ્તકો, વાઘોડિયા તાલુકામાં ૭૮૩૨૯ પુસ્તકોનું વિતરણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.