તહેવારોની ઉજવણી કરતાં ફોક્સવેગન ઈન્ડિયાએ સર્વોચ્ચ કક્ષાના પ્રોડક્ટ ફીચર્સ, વેરિઅન્ટ્સ અને આકર્ષક લાભો સાથે ફોક્સફેસ્ટ 2023ની જાહેરાત કરી
ફોક્સવેગન ફોક્સફેસ્ટ 2023 સાથે આકર્ષક લાભો ફરીથી રજૂ કરે છે, 03 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2023 દરમિયાન તેના 189 સેલ્સ અને 133
સર્વિસ ટચપોઇન્ટ્સમાં વિશેષ ઓફર્સ અને આકર્ષક લાભોનો અનેરો ઉત્સવ.
મુંબઈ: ફોક્સવેગન ઈન્ડિયાએ ફોક્સફેસ્ટ 2023ની જાહેરાત કરી છે, જે આ તહેવારોની સિઝનને આવકારવા માટે ગ્રાહકો માટે ખાસ ઓફર્સ અને
આકર્ષક લાભો ધરાવે છે. તહેવારોના ઉત્સાહમાં ઉમેરો કરતા, ફોક્સવેગને અત્યંત લોકપ્રિય Taigun અને Virtus માટે ફીચર્સમાં નવા સુધારા રજૂ કર્યા છે. બ્રાન્ડે Virtus Matte Edition (કાર્બન સ્ટીલ ગ્રે મેટ)ના લોન્ચ સાથે તેના GT Edge કલેક્શનને પણ વિસ્તાર્યું છે.
તહેવારોની સિઝનની ઊજવણીને ચિહ્નિત કરતા ફોક્સવેગન ફોક્સફેસ્ટ 2023 સાથે તેની વાર્ષિક તહેવાર ઊજવણીઓ પાછી લાવી રહી છે. બ્રાન્ડે
સમગ્ર સેલ્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસીઝમાં મૂલ્યવાન ગ્રાહકો માટે વિશિષ્ટ ઓફર્સ અને લાભો સાથે ઉત્સવના આનંદની રાષ્ટ્રવ્યાપી ઊજવણીની શરૂઆત કરી છે. ફોક્સફેસ્ટ 2023 દરમિયાન ગ્રાહકોને ટેસ્ટ- ડ્રાઇવ અને ફોક્સવેગન કારના બુકિંગ પર નિશ્ચિત ભેટ મળશે. ફોક્સફેસ્ટ 03 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 15 નવેમ્બર 2023 સુધી ચાલશે.
ફોક્સવેગન Taigun અને Virtus પર ફીચરમાં નવા સુધારા અત્યંત લોકપ્રિય Taigun અને Virtus પર અનુક્રમે ડાયનેમિક અને પરફોર્મન્સ લાઇનના ટોપલાઇન અને GT Plus વેરિઅન્ટ્સ પર સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ટ્વીન ઇલેક્ટ્રિક ફ્રન્ટ સીટ (ડ્રાઇવર અને કો-ડ્રાઇવર) અને
ફૂટવેલ ઇલ્યુમિનેશન રજૂ કરી રહ્યા છીએ. ઇન-કેબિન અનુભવમાં વધુ ઉમેરો કરતાં, ફોક્સવેગન Taigun અને Virtusના GT Plus વેરિઅન્ટ્સ પર
સબ-વૂફર અને એમ્પ્લીફાયર રજૂ કરે છે.
ફોક્સવેગન ઈન્ડિયાએ ગૌરવપૂર્ણ GT બેજની માલિકી મેળવવા આતુર ગ્રાહકો માટે વિશિષ્ટ GT Edge કલેક્શન રજૂ કર્યું છે. Taigun Matte
Editionની સફળતા પછી, બ્રાન્ડ તેની સ્પોર્ટી અપીલને વધારતી અત્યંત અપેક્ષિત Virtus Matte Edition (કાર્બન સ્ટીલ ગ્રે મેટ) રજૂ કરવામાં આનંદ અનુભવે છે. ફક્ત ઓનલાઈન બુકિંગ દ્વારા જ ઉપલબ્ધ, Virtus Matte Edition એ ફોક્સવેગન માટે વિશિષ્ટ તત્વોનું ઉદાહરણ છે, જે પરફોર્મન્સ અને ફન-ટુ-ડ્રાઈવ કારની ગ્રાહકોની આકાંક્ષાઓને વધારે છે.
ફોક્સવેગન સર્વિસ પર ફેસ્ટિવ ઓફરિંગ્સનું વિસ્તરણ આ તહેવારોની મોસમમાં ગ્રાહકો ફોક્સવેગન સર્વિસીઝ પર અનેક ઓફરિંગ્સ અને લાભો મેળવવા માટે નજીકના ફોક્સવેગન વર્કશોપની મુલાકાત લઈ શકે છે - ચોક્કસ કિલોમીટર માટે ફ્રી વાહન ચેક-અપ, ફ્રી પિક-અપ અને ડ્રોપ સુવિધા, પિરિયોડિક મેઈન્ટેનન્સ પર ફોક્સવેગન આસિસ્ટન્સ અને મોબાઈલ સર્વિસ યુનિટ થકી ડોર-સ્ટેપ સર્વિસીઝ, સર્વિસ વેલ્યુ પેક, વિસ્તૃત વોરંટી, રોડસાઇડ આસિસ્ટન્સ અને ટાયર પર આકર્ષક ઓફર.
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ફોક્સવેગન ઈન્ડિયામાં અમે અમારા મૂલ્યવાન ગ્રાહકો
માટે આનંદદાયક અનુભવો પૂરા પાડવામાં વિશ્વાસ રાખીએ છીએ. જેમ જેમ આપણે તહેવારોની સિઝનની ઊજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ, અમે ફોક્સફેસ્ટ 2023 સાથે પસંદગીના વેરિઅન્ટ્સમાં આકર્ષક લાભો અને અનેકવિધ ફીચરમાં ઉમેરો રજૂ કરવામાં આનંદ અનુભવીએ છીએ. વધુમાં, અમારા GT Edge કલેક્શનમાં ઉત્કૃષ્ટ ઉમેરો એવી Virtus Matte Edition રજૂ કરવા સાથે તે વિશિષ્ટ સોફિસ્ટિકેશન અને પર્ફોર્મન્સનું ઉદાહરણ આપતા વ્હીકલ્સ પૂરા પાડવા માટે બ્રાન્ડનું સમર્પણ દર્શાવે છે. ગ્રાહક- કેન્દ્રિતતાને સમર્પિત હોવાને કારણે, અમે Virtus અને Taigun માટે નવી અને અપગ્રેડ કરેલા ફીચર્સ રજૂ કરવામાં આનંદ અનુભવીએ છીએ જે ગ્રાહકો માટે ઉચ્ચ માપદંડો સેટ કરે છે અને સેગમેન્ટ-ફર્સ્ટ અનુભવો ઓફર કરે છે.”
ઓટો કંપનીઓ હવે નવી કારમાં ટેકનોલોજીથી ભરપૂર સલામતી સુવિધાઓ રજૂ કરી રહી છે, જે ફક્ત કાર ચલાવવાનું જ સરળ બનાવશે નહીં. તેના બદલે, તેની સાથે, ડ્રાઇવર અને કારમાં બેઠેલા લોકો પણ સુરક્ષિત રહેશે. ચાલો તમને કેટલીક સુરક્ષા સુવિધાઓ વિશે જણાવીએ.
મર્સિડીઝ-બેન્ઝની નવી કાર ભારતમાં આવી. કંપનીએ તેની મર્સિડીઝ-મેબેક SL 680 મોનોગ્રામ શ્રેણી લોન્ચ કરી છે. આ લક્ઝરી કારમાં તમને સ્પોર્ટ્સ કારનો આનંદ પણ મળી રહ્યો છે. છે. તેની એક્સ-શોરૂમ કિંમત 4.2 કરોડ રૂપિયા છે. આ કારની બાકીની વિશેષતાઓ અને વિગતો વાંચો.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.