સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ.
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે.આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે.ઓગસ્ટ માસ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય કે પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવત હોય આઝાદીકાળમાં આદિવાસીઓએ પોતાનુ મહત્નું યોગદાન આપ્યુ છે.ભારત દેશને પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મળ્યા છે. વડાપ્રધાનશ્રીએ આદિમ જુથોના ૩૦ હજાર પરિવારના ૧.૫૦ લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે.
માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે.
આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-2 માં વધુ એક લાખ કરોડ જોગવાઈ તેમજ 30 હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન રોજગારી થકી જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,