વડોદરામાં પંચાયત વિકાસ સૂચકાંક અંગે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની તાલીમ યોજાઈ
રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પંચાયતોના સર્વાંગી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટેના આંક એટલે પંચાયત વિકાસ સૂચકાંક (પી. ડી. આઈ.) અંગે જિલ્લા કક્ષાએ વિસ્તૃત સમજ મળી રહે તે હેતુથી રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ સંસ્થાન દ્વારા વડોદરા ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક વિકાસ કમિશનરશ્રી એ. બી. રાઠોડે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. . વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. નિલાબેન પટેલ દ્વારા પ્રેઝન્ટેશન થકી તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી , તો વડોદરાના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોષીએ કાર્યક્રમના તાલીમ સ્થળની તથા ટેકનીકલ તમામ કામગીરી સંભાળી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ભાભોર તેમજ જિલ્લા આંકડા અધિકારીશ્રી મિલન શુક્લાએ તાલીમ કાર્યક્રમના સુચારુ આયોજનમાં મદદ કરી હતી.
મહત્વનું છે કે, પંચાયત વિકાસ સૂચકાંક પંચાયતના અધિકારક્ષેત્રમાં આવતા સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિને માપવા માટે વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો અને પરિમાણોને ધ્યાનમાં લે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.