ઈન્ડિયન ઓઈલનાં ચેરમેને અંજારમાં પ્રથમ હેરિટેજ રિટેલ આઉટલેટને ખુલ્લુ મુક્યું
આ રિટેલ આઉટલેટ અત્યાધુનિક સુવિધા સાથે બદલાતી જરૂરિયાતો અને ગ્રાહકોની અપેક્ષાઓ સંતોષવા સુસજ્જ છે. આઉટલેટમાં XP-95 અને Xtra Green જેવા ઈકોફ્રેન્ડલી ફયુઅલ્સ અને ફોર વ્હીલર વ્હીકલ્સ તેમજ ગ્રાહકોને ગ્રીન એનર્જી વિકલ્પો આપવા બે 30kw DC અને EV CCS ચાજર્સ પણ ઓફર કરવામાં આવે છે
ગુજરાતમાં અંજારની તાજેતરની મુલાકાત દરમિયાન ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ ઈન્ડિયન ઓઈલનાં પ્રથમ હેરિટેજ રિટલે આઉટલેટ રસિકલાલ અશોકકુમાર એન્ડ કંપનીને ખુલ્લુ મુક્યું હતું. આ આઉટલેટમાં થોડા સમય પહેલા રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ આઉટલેટ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજથી છ દશકા પહેલા 1961માં ઈન્ડિયન ઓઈલનાં આ પ્રથમ રિટેલ આઉટલેટને શરૂ કરવામાં આવ્યું હતું.
સ્વ. ભોગીલાલ ગાંધીએ આ આઉટલેટનું કામ નવા એનર્જી બિઝનેસ માટે શરૂ કરાવ્યું હતું અને ઈન્ડિયન ઓઈલનાં પ્રથમ ડિલર બન્યા હતાં. આ આઉટલેટમાં કંડલાથી ઊંટ લારીઓ મારફતે 3600 લિટર હાઈસ્પિડ ડિઝલની ડિલીવરી તા. 24 ઓક્ટોબર 1961નાં રોજ કરવામાં આવી હતી. પાછળથી વધતી જતી માંગને અનુરૂપ 1964માં મોટર સ્પિરિટનું વેચાણ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
આજે આ રિટેલ આઉટલેટ અત્યાધુનિક સુવિધા સાથે બદલાતી જરૂરિયાતો અને ગ્રાહકોની અપેક્ષાઓ સંતોષવા સુસજ્જ છે. આઉટલેટમાં XP-95 અને Xtra Green જેવા ઈકોફ્રેન્ડલી ફયુઅલ્સ અને ફોર વ્હીલર વ્હીકલ્સ તેમજ ગ્રાહકોને ગ્રીન એનર્જી વિકલ્પો આપવા બે 30kw DC અને EV CCS ચાજર્સ પણ ઓફર કરવામાં આવે છે.
શ્રી વૈદ્યએ આઉટલેટના સ્થાપકોનાં પ્રદાનને બિરદાવીને અંજારમાં ઈન્ડિયન ઓઈલનાં પ્રથમ રિટેલ આઉટલેટ સ્થાપવાનાં પ્રયત્નોને વખાણ્યા હતાં. તેમણે જણાવ્યું કે ઈન્ડિયન ઓઈલની નેતૃત્વની સ્થિતિ તેનાં ચેનલ પાર્ટનર્સની ચૂસ્ત પ્રતિબધ્ધતા અને એકાગ્ર પ્રયાસોને આભારી છે કે જેઓ ગ્રાહકો સુધી ઈન્ડિયન ઓઈલની પ્રોડક્ટસ અને સર્વિસીસને લઈ જાય છે. શ્રી વૈદ્યએ જણાવ્યું કે અંજારનું આ રિમોડલ્ડ આઉટલેટ ઈન્ડિયન ઓઈલની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને ઉત્કૃષ્ટ સેવા આપવાની ફિલસૂફીને સુંદર રીતે વ્યક્ત કરે છે. આઉટલેટ NH341 પર આવેલું છે, કે જ્યાંથી ટુરિસ્ટ ડેસ્ટીનેશન્સ જેમ કે સફેદ રણ, સ્મૃતિવન અને કાળો ડુંગર નજીક છે. હાલમાં આ આઉટલેટનું સંચાલન શ્રી ભોગીલાલ ગાંધીનાં પુત્રો શ્રી અશોક ગાંધી અને શ્રી પંકજ ગાંધી દ્વારા કરવામાં આવે છે.
આઉટલેટમાં ગ્રાહકોને કચ્છ પ્રદેશનાં સમૃદ્ધ વારસાનાં દર્શન થાય છે. આગમન સાથે જ ગ્રાહકોનું પરંપરાગત તોરણ ગેટવે દ્વારા અભિવાદન થાય છે. જેમાં લખેલું છે - ઈન્ડિયન ઓઈલનાં પ્રથમ આર.ઓ.માં સ્વાગત છે. બિલ્ડીંગમાં 75 આઝાદી કા અમૃત મહોત્સવનું બ્રાન્ડીંગ જોવા મળે છે. અંદરમાં ભુંગા તરીકે ઓળખાતા કચ્છનાં ત્રણ પરંપરાગત ઘરો છે. જેમાં ગ્રાહકોને પીવાનું પાણી, વોશરૂમ્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને કચ્છી આર્ટસ અને હેન્ડીક્રાફ્ટસનું વેચાણ કરતી દુકાન પણ છે.
ગ્રાહકો આ રિટેલ આઉટલેટમાં નિશ્ચિત સેલ્ડી પોઈન્ટ પર પોતાનો ફોટો પણ ખેંચી શકે છે.
આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ કામરૂપ (મેટ્રો) જિલ્લાના સોનાપુર વિસ્તારમાં 4.59 લાખ રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો (FICN) જપ્ત કરી અને એક શકમંદની ધરપકડ કરી
વિશ્વ મત્સ્યઉદ્યોગ દિવસ, 21 નવેમ્બરના રોજ, ઉત્તરાખંડને હિમાલય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની શ્રેણીમાં નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) દ્વારા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
ભારતીય નૌકાદળના અહેવાલ મુજબ, ગુરુવારે સાંજે ગોવાના કિનારેથી 70 નોટિકલ માઇલ દૂર ભારતીય નૌકાદળનું જહાજ માછીમારીના જહાજ, માર્થોમા સાથે અથડાયું હતું.