ઉપલેટામાં ચૈત્ર સુદ ૧૧ તા.૧૯ એપ્રિલ શુક્રવારે પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪મી નિર્વાણતિથિની થશે ભવ્ય ઉજવણી
ઉપલેટા શહેરમાં ગાધા ઈસરા રોડ પર આવેલ પુજ્ય બ્રહ્મચારી બાપુની જગ્યા ખાતે આગામી ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ તિથીની ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ઉજવણીના ભાગરૂપે દિવસ દરમિયાન અને રાત્રે વિવિધ પ્રકારે ઉજવણી માટેના આયોજન કરવામાં આવ્યા છે.
ઉપલેટા : ઉપલેટા શહેરમાં ગાધા ઈસરા રોડ પર આવેલ પુજ્ય બ્રહ્મચારી બાપુની જગ્યા ખાતે આગામી ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ (ચોપનમી) તિથીની ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ઉજવણીના ભાગરૂપે દિવસ દરમિયાન અને રાત્રે વિવિધ પ્રકારે ઉજવણી માટેના આયોજન કરવામાં આવ્યા છે.
ઉપલેટામાં પુજ્ય શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ મી પુણ્યતિથી નિમિતે સવારે ૦૮:૦૦ કલાકે યજ્ઞ, ૦૯:૦૦ કલાકથી બાળકો માટેના બટુક ભોજનનું આયોજન કરેલ છે જેમાં ઉપલેટાની તમામ શાળાના તેમજ ઉપલેટાના અન્ય બાળકોને બટુક ભોજન કરાવામાં આવશે. બપોરે ૦૪:૦૦ વાગ્યે હવનનું બીળુ હોમાશે, ૦૪:૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન, સાંજે પ્રસાદનું આયોજન, રાત્રે ૦૯:૦૦ વાગ્યે રામધુનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉપલેટા પંથકની તમામ ધર્મપ્રેમી જનતાને ચૈત્ર સુદ ૧૧, તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૪ મી તિથિની આ ઉજવણીમાં સહભાગી થવા અને ભોજન પ્રસાદ લેવા અહિયાના ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારૈયાએ પોતાની યાદીમાં જણાવ્યું છે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,