ચીકટિયા ગામે આહવા તાલુકા પંચાયતનાં માજી ઉપપ્રમુખ પર દીપડાએ હુમલો કરતા ચકચાર
ડાંગ જિલ્લાના ચિકટીયાના ગ્રામજનોમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. તેણે અનેક મરઘીઓને મારી નાખ્યા હતા અને એક ગ્રામીણ પર હુમલો પણ કર્યો હતો. પરંતુ ગ્રામજનો દીપડાને ત્યાંથી ભાગવા દેતા ન હતા. તેઓએ સાથે મળીને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું. અને માત્ર એક જ દિવસમાં, તેઓ સફળ થયા!
(સુશીલ પવાર દ્વારા) ડાંગ: ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં પશ્ચિમ રેંજ દ્વારા એક દિવસમાં જ હુમલાખોર દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો મેળવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીકટિયા ગામ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાએ મરઘાઓનો શિકાર કરી આંતક મચાવ્યો હતો.જેમાં ગુરૂવારે મળસ્કે ફરી શિકારની શોધમાં ખુંખાર દીપડો ચીકટિયા ગામમાં આવી ચડ્યો હતો.તેવામાં ચીકટિયા ગામનાં રહેવાસી અને આહવા તાલુકા પંચાયતનાં માજી ઉપપ્રમુખ શૂક્કરભાઈ ચૌધરી તેઓનાં દુકાનની બહાર ઓટલા પર સુઈ રહ્યા હતા.તે વેળાએ શિકારની શોધમાં ફરતા દીપડાએ સૂઈ રહેલ શૂક્કરભાઈ ચૌધરી પર અચાનક જ હુમલો કરી દેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.બાદમાં ઘરનાં સભ્યો જાગી જતા અને બુમાબુમ કરતા સ્થળ પરથી દીપડો ભાગ્યો હતો.અહી દીપડાએ શૂક્કરભાઈ ચૌધરીનાં હાથ,છાતી અને ગળાનાં ભાગે નહોર મારી ગંભીર ઈજાઓ પોહચાડતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.બાદમાં પશ્ચિમ રેંજ વન વિભાગ દ્વારા દીપડાનાં હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આગેવાન શૂક્કર ચૌધરીને મળી સરકારી સહાય મળે તથા આ ખુંખાર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.ગતરોજ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓ વિનય પવારે ચીકટિયા ગામ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા.આજરોજ વહેલી સવારે આ હુમલાખોર દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગ સહિત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.હાલમાં વન વિભાગની ટીમે આ ખુંખાર દીપડાને દૂરનાં જંગલમાં ખસેડવાની કવાયત હાથ ધરી છે.
સધર્ન કમાન્ડ મિલિટરી ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર પોલીસે જમ્મુ અને કાશ્મીરના નવ માણસોને સંડોવતા ગેરકાયદેસર હથિયારોના રેકેટને તોડી પાડ્યું છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્ટર-1માં સૂર્યજ્યોતિ તળાવ પાસે 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી દરમિયાન તેનો પ્રથમ ફ્લાવર શો યોજવાની તૈયારીમાં છે.
અમદાવાદ શિયાળા અને ઉનાળા વચ્ચેના સંક્રમણનો અનુભવ કરી રહ્યું છે, વહેલી સવારની ઠંડી અને રાત પછી ગરમ બપોર પછી, શહેરના શિક્ષણ વિભાગે આગામી ઠંડીની મોસમની અપેક્ષાએ શાળાઓને એક નવો નિર્દેશ જારી કર્યો છે.