ભ્રષ્ટાચારના કેસમાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની સીઆઈડી દ્વારા નંદ્યાલા શહેરના જ્ઞાનપુરમના આરકે ફંક્શન હોલમાંથી સવારે 6 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી.
તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની શનિવારે સવારે કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની સીઆઈડી દ્વારા નંદ્યાલા શહેરના જ્ઞાનપુરમના આરકે ફંક્શન હોલમાંથી સવારે 6 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. SIT અને CID અધિકારીઓએ કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. CIDએ ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું, જેના થોડા સમય બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નાયડુને પાઠવવામાં આવેલી નોટિસમાં, નાયબ પોલીસ અધિક્ષક, CID ની આર્થિક અપરાધ શાખા (EOW), એમ. ધનુનજુડુએ જણાવ્યું હતું કે, "તમને જાણ કરવામાં આવે છે કે તમને RK ફંક્શન હોલ, જ્ઞાનપુરમ ખાતે સવારે 6 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે... નોટિસ અનુસારથી, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને IPCની કલમ 120B (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી) અને 465 (બનાવટી) સહિત સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
નંદ્યાલામાં જબરદસ્ત ડ્રામા થયો જ્યારે પોલીસ અધિકારીઓની એક ટીમ શનિવારે વહેલી સવારે ટીડીપી નેતાને કસ્ટડીમાં લેવા માટે આ વિસ્તારમાં પહોંચી. આ દરમિયાન ટીડીપીના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે નજીવી અથડામણ પણ થઈ હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર પોલીસ ચંદ્રબાબુને ઓરવકલ એરપોર્ટથી ફ્લાઈટ દ્વારા વિજયવાડા લઈ જશે. અથડામણ દરમિયાન CIDના અધિકારીઓને એમ કહેતા સાંભળી શકાય છે કે, "અમારી પાસે પુરાવા છે. અમે તે હાઈકોર્ટને આપ્યા છે. રિમાન્ડ રિપોર્ટમાં તમામ સામગ્રી છે. અમે તેને વિજયવાડા લઈ જતા પહેલા રિમાન્ડ રિપોર્ટ આપીશું."
જો કે, ચંદ્રાબાબુએ ધરપકડ સામે સખત વાંધો લીધો હતો કારણ કે તે 'આરોપોના પુરાવા' બતાવ્યા વિના શરૂ કરવામાં આવી હતી. ચંદ્રાબાબુએ કહ્યું કે જ્યારે પુરાવા રજૂ કરવામાં આવશે ત્યારે જ તેઓ કાયદાને સહકાર આપશે. ચંદ્રાબાબુ નાયડુના વકીલે કહ્યું, "નાયડુની ધરપકડ કરતા પહેલા, CID તેમને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી, જ્યાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જણાયું હતું. અમે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરી રહ્યા છીએ."
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હૈદરાબાદ એરપોર્ટ પર 850 કરોડ રૂપિયાના ફાલ્કન કૌભાંડ સાથે જોડાયેલા એક ખાનગી જેટને જપ્ત કર્યું છે. આ જેટ કૌભાંડના મુખ્ય આરોપી અમરદીપ કુમારનું હોવાનું કહેવાય છે, જેણે દુબઈ ભાગી જવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. EDનો દાવો છે કે આ જેટ કૌભાંડના પૈસાથી ખરીદવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ કહ્યું કે જ્યારે માતાપિતા દીકરીઓને આશીર્વાદ માનવા લાગશે, ત્યારે તેમનો ઉછેર પણ સારો થશે. તેમને બોજ નહીં પણ આશીર્વાદ માનવા જોઈએ.
દિલ્હી કેબિનેટે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે.