ICC T20 રેન્કિંગમાં બદલાવ, નિકોલસ પૂરને કર્યો ધમાકો
ICC Rankings: નિકોલસ પૂરને દક્ષિણ આફ્રિકા સામે T20 ઇન્ટરનેશનલમાં ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. આ જ કારણ છે કે તે હવે ICC T20 રેન્કિંગમાં ટોપ 10માં સામેલ થઈ ગયો છે.
ICC T20I Rankings Update: ભારતીય ટીમ હાલમાં આરામ પર છે, પરંતુ અન્ય ટીમો મેદાનમાં છે. આ દરમિયાન ICC દ્વારા T20ની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આમાં કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનને આ વખતે ઘણો ફાયદો થયો છે. તેણે લાંબી છલાંગ લગાવીને ટોપ 10માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હજુ પણ તાજેતરની ICC T20 રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. તેનું રેટિંગ 844 છે. જ્યારે ભારતના સૂર્યકુમાર યાદવ પણ બીજા સ્થાને યથાવત છે. તેનું રેટિંગ 805 છે. આ બંને ખેલાડીઓ હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, તેથી રેટિંગ અને રેન્કિંગમાં કોઈ અસર જોવા મળી નથી. બીજી તરફ ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 797 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ભારતના યશસ્વી જયસ્વાલને હાલમાં 757 રેટિંગ આપવામાં આવ્યું છે અને તે ICC T20 રેન્કિંગમાં ચોથા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખે છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને ભલે ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું હોય, પરંતુ તે હજુ પણ T20માં 5માં નંબર પર છે. તેનું રેટિંગ 755 છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન ICC T20 રેન્કિંગમાં 746 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર યથાવત છે. જ્યારે ઈંગ્લેન્ડનો જોસ બટલર 716 રેટિંગ સાથે સાતમા નંબર પર છે. ભારતના રુતુરાજ ગાયકવાડ 664 રેટિંગ સાથે આઠમા સ્થાને યથાવત છે.
આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન કૂદકો માર્યો છે. ICC T20 રેન્કિંગમાં તેની રેટિંગ હવે 660 પર પહોંચી ગઈ છે. તે હવે ત્રણ સ્થાન આગળ વધીને 9માં નંબર પર આવી ગયો છે. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝના બ્રેન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સને મામૂલી નુકસાન થયું છે. બ્રેન્ડન કિંગ હવે 643 રેટિંગ સાથે એક સ્થાન નીચે 10માં સ્થાને આવી ગયો છે અને જોન્સન ચાર્લ્સ ટોપ 10માંથી બહાર નીકળીને સીધા 11મા ક્રમે સરકી ગયો છે. તેનું રેટિંગ 642 છે.
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો